બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / pal v flying car company invest 10000 crore in Gujarat for plant

સારા સમાચાર / ગુજરાતમાં 10000 કરોડોનું રોકાણ કરી આ કંપની બનાવશે ઉડતી કાર

Gayatri

Last Updated: 09:15 AM, 11 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ઉદ્યોગો માટે એક સારા સમાચાર છે. કાર બનાવતી કંપની PAL-V ગુજરાતમાં ઉડતી કારનો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી. આ અંગેના MOU થઈ ચૂક્યા છે અને તે ગુજરાતમાં 10000 કરોડોનું રોકાણ કરશે.

  • ઉડતી કાર બનાવતી કંપની PAL-V ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા જઈ રહી
  • 10 હજાર કરોડનું રોકાણ કરશે
  • ઝડપ 160 કિમી પ્રતિ કલાકની હશે

નેધરલેન્ડ સ્થિત ઉડતી કાર બનાવતી કંપની PAL-V ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. આ કાર તમને ટ્રાફિકમાં કારની લાગણી પ્રદાન કરશે અને જો તમે ટ્રાફિકમાંથી સીધા જ ઉડાન ભરવા માંગતા હો, તો તમારે ફક્ત 30 બાય 30 ફૂટની ખુલ્લી જગ્યાની જરૂર પડશે. આ કારની કિંમત આશરે 3.5 થી 4 કરોડ રૂપિયા હશે

ઝડપ 160 કિમી પ્રતિ કલાકની હશે

PAL-V ના વાઈસ પ્રેસિડેન્ટ કાર્લો માસબોમિલ અને ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. દાસ વચ્ચે આ મામલે MOU થઈ ચૂક્યા છે. કંપનીના સત્તાવાર નિવેદન મુજબ રાજ્ય સરકાર PAL-V ને પ્લાન્ટ સેટઅર માટે તમામ પ્રકારની મંજૂરી મેળવવા સહિતની મદદ કરી રહી છે. 

PAL-V ના વાઈસ પ્રેસિડેન્ટ કાર્લો માસબોમિલ વધુમાં જણાવ્યું હતું કે દોડતી કાર મિનિટમાં ઉડતી કારમાં પરિવર્તિત થઈ જશે, જ્યારે તે ઉતરશે, ત્યારે તેનું એન્જિન કામ કરશે જેથી ઝડપની મર્યાદા 160 કિમી પ્રતિ કલાકની હશે.

10 હજાર કરોડનું રોકાણ કરશે

PAL-V ભારતમાં ઓટો અથવા ઉડ્ડયન સંબંધિત મોટી કંપનીઓ સાથે ભાગીદારી કરવા માગે છે અને લગભગ 10 હજાર કરોડનું રોકાણ કરીને ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવા માંગે છે. સમય મર્યાદા આપવી મુશ્કેલ છે, પરંતુ ભવિષ્યમાં, ભારતના રસ્તાઓ પર કાર ઉડાડવી વાસ્તવિકતા હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફ્લાઈંગ કારના ટેસ્ટ કરાી રહ્યા છે અને ટૂંક જ સમયમાં ફ્લાઈંગ ટેક્સી સર્વિસ પણ શરૂ થઈ જશે અને 2024માં યોજાનાર ઓલિમ્પિકમાં આ કારનો ઉપયોગ કરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Flying car Kutch PAL-V pal v flying car company ઉડતી કાર કચ્છ ગુજરાત મુદ્રા Business News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ