પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર શાહિન શાહે પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીની પુત્રી અંશા સાથે લગ્ન કરી લીધા છે.
પાકિસ્તાની ક્રિકેટર શાહીન શાહ ઘરસંસાર માંડ્યો
પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીની પુત્રી અંશા સાથે કર્યાં લગ્ન
બે વર્ષ પહેલા શાહિન અને અંશાની થઈ હતી સગાઈ
પાકિસ્તાનના પેસર શાહીન શાહ આફ્રિદીએ શુક્રવારે કરાચીની એક મસ્જિદમાં શાહિદ આફ્રિદીની પુત્રી અંશા સાથે લગ્ન કર્યાં હતાં. શાહીને બે વર્ષ પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીની પુત્રી સાથે સગાઈ કરી હતી.
બાબર આઝમ સહિતના ક્રિકેટરો આવ્યાં લગ્નમાં
શાહીન અને અંશાના લગ્ન પ્રસંગે વર્તમાન કેપ્ટન બાબર આઝમ, વાઈસ કેપ્ટન શાદાબ ખાન, નસીમ શાહ અને સરફરાઝ અહેમદ સહિત ઘણા પાકિસ્તાની ક્રિકેટ સ્ટાર્સે આ સમારંભમાં હાજરી આપી હતી. મહેમાનોની યાદીમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન નજમ સેઠી અને સ્ક્વોશના લેજન્ડ જહાંગીર ખાનનો પણ સમાવેશ થાય છે. નિકાહ પછી તરત જ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. શાહીનનો પરિવાર બે દિવસ પહેલા લગ્ન માટે કરાચી પહોંચ્યો હતો, અને ગુરુવારે રાત્રે આ કપલની મહેંદી સેરેમની યોજાઈ હતી.
— Shadab Chauhan شاداب چوہان (@shadab_chouhan1) February 3, 2023
શાહિદ આફ્રિદીએ દિકરીઓને ગણાવી ઘરનું પુષ્પ
દિકરી અંશાના લગ્ન બાદ પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિકી ભાવુક પણ બન્યાં હતા અને તેમણે એક સુંદર પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું કે દીકરીઓ તો આપણા ઘરનું સુંદર પુષ્પ છે. કારણ કે સારા આશીર્વાદથી ખીલે છે. પુત્રી એટલે તમે જેની સાથે હસી શકો, રડી શકો અને હૃદયના ઊંડા ખૂણેથી પ્રેમ કરી શકો. એક પિતા તરીકે મેં મારી પુત્રીના હાથ પીળા કરી દીધા છે. તેમને બન્નેને ખૂબ ખૂબ અભિનંદન.
Daughter is the most beautiful flower of your garden because they blossom with great blessing. A daughter is someone you laugh with, dream with, and love with all your heart. As parent, I gave my daughter in Nikkah to @iShaheenAfridi, congratulations to the two of them😘 pic.twitter.com/ppjcLllk8r
શાહીન શાહની ક્રિકેટર કરિયર
22 વર્ષીય બોલર શાહીન શાહ પાકિસ્તાન તરફથી 25 ટેસ્ટ, 32 વનડે અને 47 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચોમાં રમ્યો છે, તેણે રમતના ત્રણ ફોર્મેટમાં અનુક્રમે 99, 62 અને 58 વિકેટ ઝડપી છે. 20 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે ટી 2022 વર્લ્ડ કપ 13 ની ફાઇનલ દરમિયાન ઘૂંટણની ઈજા થયા બાદ, આ ફાસ્ટ બોલર છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટની પિચની અંદર અને બહાર છે. શાહીનનો આગામી મુકાબલો આગામી આઠમી પાકિસ્તાન સુપર લીગમાં લાહોર કલંદર્સ સાથે થશે, જે 13 ફેબ્રુઆરીથી શરુ થશે.