Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

અજુગતું / રાતોરાત ગાયબ થઇ ગયો પાકિસ્તાનનો આ ટાપુ, કહાની રસપ્રદ

રાતોરાત ગાયબ થઇ ગયો પાકિસ્તાનનો આ ટાપુ, કહાની રસપ્રદ

કુદરત ક્યારેક- ક્યારેક અજીબગરીબ કારનામા દેખાડે છે. ક્યારેક એવી ઘટનાઓ પણ બને છે કે તેનાથી આપણને વિશ્વાસ બેસતો નથી.  પાકિસ્તાનમાં પણ આવી જ એક ઘટના બની છે.  પાકિસ્તાનના ગ્વાદર સમુદ્રની નજીક એક ટાપુ રાતોરાત અદૃશ્ય થઈ ગયો છે. આ દ્વીપ અથવા ટાપુ કહેવામાં આવે છે, તે લોકો માટે આશ્ચર્યનું કારણ બન્યો હતો.  તે અચાનક અદૃશ્ય થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, આ બાબત એક રહસ્યમય છે કે એક ટાપુ અચાનક આકાર પામે છે અને ત્યારબાદ અચાનક તે સમુદ્રમાં છુમંતર થઇ જાય છે. પાકિસ્તાનમાં ગ્વાદર નજીક આ ટાપુ 2013 માં જોવા મળ્યો હતો. 6 વર્ષ પછી, તે ફરીથી સમુદ્રમાં વિલીન થઇ ગયો.

2013 માં ભૂકંપથી આ ટાપુ આકાર પામ્યો હતો

2013 માં પાકિસ્તાનમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. 7.7 ની તીવ્રતાના ભૂકંપને કારણે 330 થી વધુ લોકોના મોત થયા હતા. આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્ર બલૂચિસ્તાનના અવારાન પ્રાંતથી આશરે 69 કિમી દૂર હતું. કરાંચી, હૈદરાબાદ, લાર્કના અને સિંધના શહેરોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતાં પરંતુ ગ્વાદરની વાત જરા અલગ હતી.

ઇંડા આકારનો હતો આ ટાપુ

ભૂકંપ બાદ અહીંના લોકોએ સમુદ્રમાં કેટલાક અંતરે એક નવો ટાપુ બનેલો જોયો હતો. કોઇને સમજણમાં નહોંતુ આવી રહ્યો કે, સમુદ્ર વચ્ચે આ ટાપુ અચાનક કેવી રીતે આકાર પામ્યો. લોકોના નાવના સહારે અહીં પહોંચ્યા હતા. ત્યાં લોકોએ જોયું કે ટાપુ, કીચડ, રેતી, પત્થરથી ભરેલો હતો. ઇંડાની આકારના આ ટાપુ પર લોકોએ મરેલી માછલીઓ જોઇ. કેટલાક સ્થળે મીથેન જેવો ગેસ પણ બહાર નીકળી રહ્યો હતો. 

ટાપુનું નામ જલજલા કોહ રાખવામાં આવ્યું 

2013 માં લોકો માટે આ એક અદ્ભુત બાબત હતી. આ ઇંડા આકારનો ટાપુ લગભગ 295 ફીટ લાંબો અને 130 ફીટ પહોળો હતું. સમુદ્રથી તેની ઊંચાઇ લગભગ 60 થી 70 ફીટ હતી. લોકોએ તેને જલજલા કોહ નામ આપ્યું. જેનો અર્થ ભૂકંપનો પર્વત. 

ત્યારબાદ વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે, ભૂકંપ દરમિયાન ટેકટોનિક પ્લેટોની અથડામણ કારણે ટાપુ નિર્માણ પામ્યો છે. અરેબિયન ટેકટોનિક પ્લેટની યુરેશિયન પ્લેટ એકબીજા સાથે અથડાઇ, જેના કારણે સમુદ્રની સપાટી પર પ્રેશર બન્યું અને આકાર પામ્યો ટાપુ.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ