બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / pakistani ex cricketer accused Australia of ball tempering during virat and pujaras batting
Vaidehi
Last Updated: 07:24 PM, 9 June 2023
ADVERTISEMENT
WTC Final:વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પર એક મોટો આરોપ લાગ્યો છે. કંગારુ ટીમ પર આ આરોપ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ લગાવ્યો છે. બાસિતે દાવો કર્યો છે કે વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાને આઉટ કરવા માટે ઓસ્ટ્રેલિયાએ બૉલ ટેમ્પરિંગ કરી છે.
ADVERTISEMENT
પોતાની યૂટ્યૂબ ચેનલ પર કર્યો દાવો
બાસિત અલીએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું કે"સૌથી પહેલા તો હું તાળીઓથી વધાવીશ કે આટલું બધું થઈ ગયું તેમ છતાં કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા કે પછી મેદાનમાં ઊભેલા અંપાયરે જોયું જ નહીં કે ઑસ્ટ્રેલિયાએ કઈ રીતે બૉલ સાથે છેડછાડ કરી છે. કોઈ તેના વિશે વાત નથી કરી રહ્યું. કોઈ બેટ્સમેનને પણ નવાઈ ન લાગી...આ થઈ શું રહ્યું છે?"
બૉલને બદલવામાં આવ્યું હતું
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે એ પણ જણાવ્યું કે ભારતની ઈનિંગની 16મી અને 18મી ઓવર એ વાતનો પુરાવો છે કે ઑસ્ટ્રેલિયાએ બોલ સાથે ટેમ્પરિંગ કરી હતી. બાસિતે કહ્યું કે 18મી ઓવર દરમિયાન અંપાયરનાં આદેશ બાદ બૉલને બદલવામાં આવ્યું હતું કારણકે શેપ ખરાબ થઈ ગયો હતો. અને જ્યારે મેદાનમાં બૉલનો બોક્સ આવ્યો ત્યારે નવો બોલ લેવામાં આવ્યો.
પુરાવાઓ રજૂ કર્યા
અલીએ 16,17 અને 18મી ઓવરનું ઉદાહરણ આપ્યું. તેમણે એ બોલનો પણ ઉલ્લેખ કર્યો જેનાથી વિરાટ આઉટ થયાં હતાં. પાકિસ્તાની આ ખેલાડીએ કહ્યું કે તમે એ બૉલની ચમકને જુઓ. મિચેલ સ્ટાર્કનાં હાથમાં જે બૉલ હતો તેમાં ચમકીલો ભાગ બહારની તરફ હતો. તેમ છતાં બૉલ બીજે ક્યાંક જતો હતો. આવી જ રીતે જ્યારે જાડેજાએ શૉટ રમ્યો ત્યારે તેમણે બોલને ઓન સાઈડ માર્યો પરંતુ બોલ ઓવર પોઈન્ટની ઉપર ગયો. સવાલ એ છે કે શું અંપાયર અંધ હતો?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.