બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાકિસ્તાની ડ્રોન કચ્છના અનેક વિસ્તારોમાં જોવા મળતા ફફડાટ, ત્રણ જિલ્લામાં તત્કાલ બ્લેકઆઉટ
Last Updated: 11:27 PM, 9 May 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત ટેન્શન ચાલી રહ્યું છે. જેના કારણે સરહદી રાજ્યો પર પાકિસ્તાનની નાપાક હરકતો સતત વધતી જઇ રહી છે. પાકિસ્તાન સતત અવળચંડાઇનો ભારત દ્વારા મુંહતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. જો કે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ડ્રોન એટેકનો પ્રયાસ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગુજરાતનાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠાના સરહદી વિસ્તારોમાં ડ્રોન દેખાયા હોવાનાં સમાચાર આવી રહ્યા છે. જો કે આ અંગે કોઇ અધિકારીક પૃષ્ટિ મળી નથી રહી પરંતુ ડ્રોન દેખાયા અને તેને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે.
ADVERTISEMENT
કચ્છના હરામીનાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયા
ગુજરાતના લખપત કચ્છમાં હરામીનાળા પાસે પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. પાકિસ્તાને ડ્રોન સ્વરૂપે કરેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાને છોડેલા ડ્રોનને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા છે. જો કે હવે સ્થિતિને ધ્યાને રાખીને મુખ્ય મંત્રી દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે, કચ્છમાં બ્લેક આઉટ કરવામાં આવે છે. જેનો અર્થ છે કે વહેલી સવાર સુધી સમગ્ર કચ્છ જિલ્લાની વિજળી કાપી નાખવામાં આવશે. જેથી ત્યાં અંધારપટ રહે. બનાસકાંઠાના વાવ અને સુઇગામમાં સંપુર્ણ બ્લેક આઉટની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પાટણના પણ કેટલાક વિસ્તારોમાં બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
Considering the current situation on border, a blackout is declared in the Kachchh district until further notice. https://t.co/wDtBZt1L7j
— CMO Gujarat (@CMOGuj) May 9, 2025
પીએમ મોદીની હાઇલેવલ બેઠક પુર્ણ
કાશ્મીરથી રાજસ્થાન સુધી પાકિસ્તાનના નિષ્ફળ ડ્રોન હુમલા બાદ, PM મોદી સાથે અજીત ડોવાલ, એસ જયશંકર, વિક્રાંત મિશ્રીની બેઠક યોજાઇ હતી. પાકિસ્તાને સતત ત્રીજા દિવસની રાત્રે જમ્મુ કાશ્મીરથી લઈને રાજસ્થાન સુધીના વિસ્તારોમાં કરેલા ડ્રોન હુમલાને ભારતની સરક્ષા પ્રણાલીએ તોડી નાખ્યાં છે. જો કે આ ઘટના બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એનએસએ અજીત ડોવાલ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને વિદેશ સચિવ વિક્રાંત મિશ્રી મળ્યા હતા. આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યા સુધી બેઠક ચાલી રહી છે.
રાજૌરીમાં પાકિસ્તાને છોડેલા 10 ડ્રોન તોડી પાડ્યા
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાને મોકલેલા 10 જેટલા ડ્રોનને ભારતની રક્ષા પ્રણાલીએ હવામાં જ તોડી પાડ્યા હતા. આ પાકિસ્તાન ભારતમાં છોડી રહેલ તૂર્કીયેના ડ્રોન દ્વારા સંવેદનશીલ વિસ્તારાનુ રેકોર્ડીગ કરાઈ રહ્યું હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે.
પાકિસ્તાને વધુ એકવાર ભારત પર કાશ્મીરથી રાજસ્થાન સુધી ડ્રોનથી કર્યો હુમલો
પાકિસ્તાને વધુ એકવાર, કાશ્મીરથી રાજસ્થાન સુધીની સરહદ ઉપર હુમલો કર્યો છે. પાકિસ્તાને ડ્રોન છોડીને ભારત સ્થિત સૈન્ય મથકોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ એક ચોકાવનારી વિગત એવી સામે આવી છે કે, પાકિસ્તાન આ પ્રકારે ડ્રોન મોકલીને તેમા રહેલ કેેમેરાથી સંવેદનશીલ વિસ્તારોને રેકોર્ડ કરી રહ્યું છે. જો કે, ભારત તુર્કિયેના ડ્રોનને હવામાં જ તોડી પાડી રહ્યું છે.
As a precautionary measure, a blackout has been imposed in the villages of bordering Santalpur taluka in Patan district. All the citizens are advised to stay away from rumours and follow the instructions issued by administration from time to time. https://t.co/0RIJsEmQ0Z
— CMO Gujarat (@CMOGuj) May 9, 2025
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.