હૈદરાબાદમાં પાકિસ્તાની ક્રિકેટર્સના આગમન બાદ તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું, સોશિયલ મીડિયા પર આ સ્વાગત માટે પાકિસ્તાનીઓ ભારતનો આભાર માની રહ્યા છે.
પાકિસ્તાની ક્રિકેટરોનો ભવ્ય સ્વાગતનો મુદ્દો
ભવ્ય સ્વાગત પર પાકિસ્તાનીઓ કાઢી ભડાસ
ભારતના આતિથ્યથી અભિભૂત પાકિસ્તાન
ICC ક્રિકેટ વર્લ્ડ કપની ભારત આ વખતે મેજબાની કરી રહ્યો છે. જેના સંદર્ભે તમામ દેશની ક્રિકેટ ટીમનું ભારતમાં આગમન થઈ રહ્યું છે. ત્યારે હૈદરાબાદમાં પાકિસ્તાની ક્રિકેટર્સના આગમન બાદ તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટની બહાર ચાહકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાકિસ્તાનના ખેલાડીઓએ પણ હાથ મિલાવીને ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું હતુ.
પાકિસ્તાનીઓએ કોના પર કાઢી ભડાસ?
બીજી તરફ ભારત તરફથી પાકિસ્તાની ક્રિકેટરોને મળેલા ભવ્ય સ્વાગત પર પાકિસ્તાનીઓ વિશ્વાસ કરી શકતા નથી. તેઓ ભારતના આતિથ્યથી અભિભૂત થયા છે. સોશિયલ મીડિયા પર આ સ્વાગત માટે પાકિસ્તાનીઓ ભારતનો આભાર માની રહ્યા છે. જેના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે.
એરપોર્ટની બહાર ચાહકો મોટી સંખ્યામાં હાજર હતા
હૈદરાબાદમાં પાકિસ્તાની ક્રિકેટરોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટની બહાર ચાહકો મોટી સંખ્યામાં હાજર હતા. પાકિસ્તાનના ખેલાડીઓએ પણ હાથ મિલાવીને ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. ટીમ બસ દ્વારા હોટલ પહોંચ્યા બાદ પણ ખેલાડીઓનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલના એક સ્ટાફના હાથમાં ઓલ ધ બેસ્ટ ચેમ્પિયન્સનું પોસ્ટર પણ હતું. પાકિસ્તાની ખેલાડીઓ અને લોકો પણ સોશિયલ મીડિયા પર આવા સ્વાગત માટે ભારતનો આભાર માની રહ્યા છે.
29મીએ પ્રેક્ટિસ મેચ રમાશે
પાકિસ્તાનની ટીમ તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ 29 સપ્ટેમ્બરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. ટીમ ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ પછી, 3 ઓક્ટોબરે પણ તેણે આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચ રમવાની છે. પાકિસ્તાને પણ આ મેદાન પર વર્લ્ડ કપ 2023માં તેની પ્રથમ બે મેચ રમવાની છે. વર્લ્ડ કપમાં 6 ઓક્ટોબરે ત નેધરલેન્ડ સામે ટકરાશે. આ પછી 10 ઓક્ટોબરે શ્રીલંકા સામે મેચ રમાવાની છે. આ સિવાય પાકિસ્તાનની ટીમ અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને કોલકાતામાં પણ મેચ રમશે.