બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:26 PM, 17 July 2024
ભારતની ક્રિકેટ ટીમને જસપ્રિત બુમરાહ જેવો બોલર આજ સુધી નથી મળ્યો. તેની ખ્યાતિ વિશ્વભરમાં છે. ભારતને જ્યારે પણ વિકેટની જરૂર હોય ત્યારે કેપ્ટન તેના હાથમાં જ બોલ પકડાવી દે છે. બુમરાહે પણ ક્યારેય આવા સમયે ટીમને નિરાશ નથી કરી. જેથી તે ભારત સહિત વિશ્વભરમાં ખૂબ પોપ્યૂલર છે. પાકિસ્તાનમાં પણ તેની ચાહના છે. અત્યારે પાકિસ્તાનથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનો છોકરો મેચ રમતી વખતે એકદમ બુમરાહની સ્ટાઈલમાં બોલિંગ કરી રહ્યો છે.
ADVERTISEMENT
છેલ્લા ઘણા સમયથી બુમરાહે પોતાની ધાક જમાવી છે. તે જ્યારે બોલિંગ કરવા આવે ત્યારે સામેની ટીમ ડિફેન્સિવ મોડમાં જતી રહે છે. ભારત હાલમાં જ્યારે T-20નું ટાઇટલ જીતીને આવ્યું ત્યારે તેમાં બુમરાહનો ખૂબ મોટો રોલ રહ્યો છે. જેમાં તે મેન ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. બુમરાહની બોલિંગ સ્ટાઈલ પણ ખૂબ પોપ્યુલર બની રહી છે. અત્યારે પાકિસ્તાનથી એક વીડિયો વાયરલ થતાં સ્વિંગના બાદશાહ વસીમ અકરમ પણ તેને શેર કરતા રોકી નહતા શક્યા. જેમાં તે છોકરો બુમરાહની સ્ટાઈલમાં બોલિંગ કરી રહ્યો છે. વસીમ પણ તેનાથી પ્રભાવિત થઈ ગયા હતા.
ADVERTISEMENT
વસીમ અકરમે ટ્વીટર X પર તે છોકરાનો વીડિયો શેર કરતા લખ્યું કે, "વાહ જી વાહ, આ છોકરાની બોલિંગમાં તેની એક્શન જુઓ અને કંટ્રોલ... એકદમ જસપ્રિત બુમરાહની માફક, મારા માટે તો આ વીડિયો ઓફ ધ ડે છે. ક્રિકેટની કોઈ સરહદ નથી".
Wah jee wah look at that control and action exactly like the great @Jaspritbumrah93 video of the day for me . #crickethavenoboundiers https://t.co/Ut215HD3iB
— Wasim Akram (@wasimakramlive) July 15, 2024
ઉલ્લેખનીય છે કે, બુમરાહ પાકિસ્તાનમાં પણ ખૂબ ફેમસ છે. પાકિસ્તાની ક્રિકેટ લવર તેને ખૂબ પસંદ કરે છે. ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર્સ પણ તેનાથી પ્રભાવિત છે. વસીમ અકરમે તો આગાઉ ઘણી વખત બુમરાહની તારીફ કરી છે. તે બુમરાહને આ જનરેશનનો સૌથી ખતરનાક બોલર ગણાવી ચૂક્યા છે. ગયા T-20 વર્લ્ડ કપમાં જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ રમાવાની હતી ત્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર્સ બુમરાહને સૌથી મોટી ચેલેન્જ માનતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.