કચ્છ: સરહદથી ફરી એક વખત પાકિસ્તાનની બોટ ઝડપાઈ છે. BSFના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન વધુ એક પાકિસ્તાનની બોટ ઝડપી પાડી છે. સિરક્રિકમાંથી જવાનોએ આ બોટ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લે કેટલાક સમયગાળાથી પાકિસ્તાન દવારા ભારતની હદમાં ઘૂસણખોરીની હરકત કરી રહ્યું છે અને થોડા સમય પહેલા જ કચ્છના અમુક વિસ્તારમાં કોઈ અજાણ્યો શખ્સ પણ ફરતો જોવા મળ્યો હતો તેને પગલે બીએસએફ અને ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા વિવિધ તાપસ હાથ ધરવામાં આવી હતી.
#Kutch ની સરહદેથી પાકિસ્તાની બોટ ઝડપાઈ #BSF ના પેટ્રોલિંગ દરમિયાન ઝડપાઈ
સિરક્રિકમાંથી ઝડપાઈ પાકિસ્તાની બોટ ઝડપાઈ સંવેદનશીલ વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ pic.twitter.com/hDouTNa4yJ
ત્યારે તાજેતરમાં ફરી એકવાર પાકિસ્તાની બોટ ઝડપાતા અનેક તર્કવિતર્કો સર્જાયા હતા. મહત્વનું છે કે આતંકવાદીઓ સમુદ્રી રસ્તે ભારતમાં પ્રવેશે છે. ત્યારે આ ખલાસીઓ કોઇ આતંકવાદી પ્રવૃતિ કરવા માટે ભારતમાં આવ્યા છે કે શું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.