બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:30 PM, 25 July 2024
'નોકરી જોઈતી હોય તો બોસ સાથે ક્વોલિટી ટાઈમ વીતાવવો પડશે', કંપનીની આ ગંદી ઓફરની છોકરીની પોસ્ટ વાયરલ થઈ છે. એક પાકિસ્તાની યુવતીએ સોશિયલ મીડિયા પર નોકરી સંબંધિત પોતાનો ભયાનક અનુભવ શેર કર્યો છે. યુવતી ઈસ્લામાબાદની રહેવાસી છે અને તેણે ગીગા ગ્રુપમાં નોકરી માટે અરજી કરી હતી. યુવતીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે નોકરીના બદલામાં તેને તેના બોસ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો સમય આપવામાં આવ્યો હતો. યુવતીએ વધુમાં જણાવ્યું કે જ્યારે તેને આ વાતની જાણ થઈ તો તે સ્તબ્ધ થઈ ગઈ અને તત્કાળ ઓફર ફગાવી દીધી હતી.
ADVERTISEMENT
Being a girl in Pakistan is too difficult! I applied for a job on the Indeed website, which was for fresh graduates, and this is the message I received. It's unbelievable!! Who knows how many innocent girls they must have taken advantage of. When a fresh graduate looks for a job, pic.twitter.com/QCDTeRZlLr
— Adina Hira (@_dinatweets_) July 23, 2024
છોકરીએ હવસખોર બોસને ઉઘાડો પાડ્યો
ADVERTISEMENT
આ છોકરીનું નામ આદિના હીરા છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે તેણે ગીગા ગ્રુપમાં નોકરી માટે અરજી કરી છે. જ્યારે તેણીએ હાયરિંગ મેનેજરનો સંપર્ક કર્યો, ત્યારે તેણીને કામ માટે "ખાસ" વિનંતી મળી. યુવતીએ આગળ કહ્યું, "પાકિસ્તાનમાં છોકરી બનવું ખૂબ જ મુશ્કેલ છે! મેં ખરેખર વેબસાઇટ પર નોકરી માટે અરજી કરી હતી. આ જોબ ફ્રેશર માટે હતી પરંતુ કંપની તરફથી મને બોસ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાનું કહેવાયું. બોસ કોણ જાણે કેટલી નિર્દોષ છોકરીઓનો લાભ લીધો હશે?
છોકરીએ કંપનીના માણસને ઠપકો આપીને બ્લોક કર્યો
યુવતીએ પોસ્ટ કરેલા સ્ક્રીનશોટ મુજબ, સદમ બુખારી નામના કંપનીના કર્મચારીએ ઈન્ડીડ પર હીરાનો સંપર્ક કર્યો અને તેને નોકરીની વિગતો જણાવી. કામ અને જરૂરિયાતો સાથે, તેઓએ મને પગાર, ભથ્થાં અને અન્ય લાભો વિશે પણ જણાવ્યું. વોટ્સએપ ચેટમાં તે હીરાને કહે છે કે તેણે તેના બોસ સાથે સમય પસાર કરવો પડશે. જવાબમાં હીરાએ તેને ઠપકો આપ્યો અને બ્લોક કરી દીધો.
વધુ વાંચો : રાષ્ટ્રપતિ ભવનમાં દરબાર અને અશોક હોલના નામ બદલાયાં, જાણો કયા નામે ઓળખાશે?
કંપનીએ શું ખુલાસો આપ્યો
આ પોસ્ટ વાયરલ થયાં બાદ ગીગા ગ્રૂપ ઓફ કંપનીઝે LinkedIn પર આ સંદર્ભમાં સ્પષ્ટતા જારી કરી છે. તેણે કહ્યું કે તે નકલી જાહેરાત છે અને તે વ્યક્તિ ગીગા ગ્રુપ સાથે સંકળાયેલી નથી. જોકે કંપનીનો ખુલાસો આવે ત્યાં સુધી મોડું થઈ ગયું હતું અને તેની પોસ્ટ ખૂબ ઝડપથી વાયરલ થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.