Pakistan was once ready to eat grass for nuclear weapons
VTV વિશેષ /
પરમાણુ સંપન્ન બનવા માટે એક સમયે ઘાસ-ફૂસ ખાવા તૈયાર હતું પાકિસ્તાન: આજે પરિસ્થિતિ ખરેખર એવી જ!
Team VTV12:52 PM, 11 Jan 23
| Updated: 01:02 PM, 11 Jan 23
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કહ્યું હતું કે, દેશને પરમાણુ સપન્ન દેશ બનાવવા માટે અમારા નાગરિકોને ઘાસ-ફૂસ ખાવી પડે તો પણ અમે તૈયાર છીએ. જોકે હવે પાકિસ્તાનમાં સાચે જ એવા દિવસો આવી ગયા
પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે બદથી બદતર
પાકિસ્તાનની વિદેશી મુદ્રા ભંડાર સ્થિતિ ખુબ જ ખરાબ
ઘઉં-ખાંડ જેવી ચીજ-વસ્તુઓ માટે પોતાનો ખજાનો લુંટાવી રહી છે સરકાર
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે બદથી બદતર થઈ રહી છે. વાત જાણે એમ છે કે, જો વિભાજન ન થયું હોત તો આજે પાકિસ્તાનમાં લોકોએ ઉશ્કેરાટ અને ઉશ્કેરાટ માટે હુલ્લડ ન કરવી પડત. આજે પણ પાકિસ્તાનના ઘણા લોકો કહી રહ્યા છે કે, કદાચ 75 વર્ષ પહેલાં ભારતના ભાગલા ન થયા હોત.
રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ શું કહ્યું હતું ?
મહત્વનું છે કે, આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની વિદેશી મુદ્રા ભંડાર સ્થિતિ ખુબ જ ખરાબ છે. અગાઉ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કહ્યું હતું કે, જો પાકિસ્તાનને પરમાણુ સપન્ન દેશ બનાવવા માટે અમારા નાગરિકોને ઘાસ-ફૂસ ખાવી પડે તો પણ અમે તૈયાર છીએ. જોકે હવે પાકિસ્તાનમાં સાચે જ એવા દિવસો આવી ગયા છે. જોકે અત્યારે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ તો છે પણ લોટ નથી.
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો
કેવી છે પાકિસ્તાનની સ્થિતિ ?
પાડોશી દેશ પાકિસ્તાન હાલ ઘઉં અને ખાંડ જેવી ચીજ-વસ્તુઓ માટે પોતાનો ખજાનો લુંટાવી રહી છે. પાકિસ્તાન પાસે માત્ર 3 સપ્તાહની આયાત જેટલા જ નાણાં બચ્યા છે. પાકિસ્તાનને કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ વધુ નાણાં ચૂકવી અન્ય દેશોમાંથી આયાત કરી રહી છે. જો તેના ભારત સાથેના સંબંધો સારા હોત તો પાકિસ્તાન ભારત પાસેથી સરળતાથી આવશ્યક ચીજવસ્તુઓ મેળવી શકત.
પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી
પાકિસ્તાન દરવર્ષે અઢી કરોડ ટન અનાજનું ઉત્પાદન કરે છે પણ તેની સામે જરૂરિયાત 3 કરોડ ટન છે. અને આ જ અંતરે પાકિસ્તાનમાં આ સ્થિતિ ઊભી કરી છે. વાત માત્ર લોટ ની નથી પણ ખાવાની અન્ય ચીજો પણ 30થી લઈ 100 ટકા સુધી વધારો થયો છે. પાકિસ્તાનમાં હાલમાં ચિકનની કિંમત 383 રૂપિયા પ્રતિ કિલો છે. ગયા વર્ષે એટલે કે જાન્યુઆરી 2022માં ચિકનની કિંમત રૂ.210 હતી. આવી સ્થિતિમાં માત્ર એક વર્ષમાં ચિકનની કિંમતમાં 173 રૂપિયાનો વધારો થયો છે. આટલું જ નહીં ચિકન બનાવવામાં વપરાતા ડુંગળી અને સરસવના તેલના ભાવમાં પણ આગ લાગી છે.
પાકિસ્તાનમાં અત્યારે ડુંગળી 220 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. એક વર્ષ પહેલા જાન્યુઆરી 2022માં ડુંગળી 36 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી. આવી સ્થિતિમાં એક વર્ષમાં ડુંગળીમાં 184 રૂપિયાનો વધારો થયો છે. પાકિસ્તાનમાં સરસવનું તેલ 532 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે, જે ગયા વર્ષે જાન્યુઆરી 2022માં 374 રૂપિયા હતું. આવી સ્થિતિમાં 2022ની સરખામણીમાં સરસવનું તેલ 158 રૂપિયા મોંઘુ થયું છે.
પાકિસ્તાનમાં દાળ, મીઠું, ચોખા, કેળા, બ્રેડ, દૂધ પણ સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ ગયા છે. પાકિસ્તાનમાં 1 કિલો તુવેર દાળ 228 રૂપિયા પ્રતિ કિલો, 800 ગ્રામ સામાન્ય મીઠાનું પેકેટ 48 રૂપિયા, બાસમતી ચોખા 146 રૂપિયા, કેળા 119 રૂપિયા પ્રતિ ડઝન, બ્રેડનું પેકેટ 89 રૂપિયા અને દૂધ 149 રૂ. 1 લિટરના ભાવે મળે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં આ વસ્તુઓ ખરીદવી સામાન્ય લોકોની શક્તિથી બહાર થઈ ગઈ છે. પાકિસ્તાનના મોટાભાગના લોકો ગરીબી રેખા નીચે જીવે છે. દરમિયાન અર્થવ્યવસ્થાના પતનને કારણે ખાનગી નોકરી કરતા લાખો લોકોને બેરોજગાર થવું પડ્યું હતું.
અનેક દેશોએ કરી પાકિસ્તાનની મદદ
સ્વિત્ઝરલેન્ડમાં સંયુક્ત રાષ્ટ્રની કોન્ફરન્સમાં સહાયના ભાગરૂપે અલગ-અલગ દેશોએ ભારતીય ચલણ મુજબ 88,000 કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. પાકિસ્તાન ફ્રાંસથી પણ 2800 કરોડ રૂપિયાની મદદ લઈ રહ્યું છે, જોકે થોડા સમય પહેલા જ પાકિસ્તાને ફ્રાંસને ઇસ્લામ વિરોધી કહ્યું હતું. પાકિસ્તાનના વર્લ્ડ બેન્કે 16354 કરોડ, અમેરિકાએ 817 કરોડ, જાપાને 603 કરોડ, બ્રિટને 89 કરોડ, જર્મનીએ 772 કરોડ, સાઉદી અરેબિયાએ 8100 કરોડ અને યુરોપિયન યુનિયને પણ 4387 અને પાકિસ્તાનના દોસ્ત ચીને પણ 818 કરોડ પાકિસ્તાનને આપવાનું એલાન કર્યું છે.
પાકિસ્તાનની વિદેશી મુદ્રા ભંડાર સ્થિતિ ખુબ જ ખરાબ
પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન અનુસાર દેશની અર્થવ્યવસ્થામાં ફુગાવો ડિસેમ્બર 2021માં 12.3 ટકાથી બમણો થઈને ડિસેમ્બર 2022માં 24.5 ટકા થવાનો છે. ફુગાવાનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં જબરદસ્ત ઉછાળો હોવાનું માનવામાં આવે છે. તો વળી ખાદ્ય ફુગાવાનો દર ડિસેમ્બર 2021માં 11.7 ટકાથી લગભગ ત્રણ ગણો વધીને ડિસેમ્બર 2022માં 32.7 ટકા થઈ ગયો છે.
પાકિસ્તાનમાં માત્ર મોંઘવારી જ સમસ્યા નથી પરંતુ તેની અર્થવ્યવસ્થા પણ બરબાદ થતી જોવા મળી રહી છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ઝડપથી ઘટી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં તે અડધો થઈ ગયો છે. ડિસેમ્બર 2021માં દેશની વિદેશી હૂંડિયામણ અનામત 23.9 અબજ ડોલર હતી અને ડિસેમ્બર 2022માં ઘટીને 11.4 અબજ ડોલર થઈ ગઈ છે.