pakistan to summon US Ambassador Blome, issues demarche over Biden's statement
કૂટનીતિ /
'ખતરનાક દેશ' વાળા બાયડનના નિવેદન પર પાક. ખળભળ્યો, કરી કાર્યવાહી પણ વચ્ચે ભારતને ફસાવ્યું
Team VTV06:09 PM, 15 Oct 22
| Updated: 06:21 PM, 15 Oct 22
પાકિસ્તાન દુનિયાનો ખતરનાક દેશ તેવા અમેરિકી પ્રમુખ બાયડનના નિવેદન બાદ પાકિસ્તાને પણ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડનના નિવેદન બાદ પાકિસ્તાન આકરા પાણીએ
અમેરિકી રાજદૂત ડોનાલ્ડ બ્લોમને રુબરુ બોલાવ્યાં
પાકિસ્તાન વિશ્વનો ખતરનાક દેશ- બાયડને કહ્યું હતું
ભારતીય પરમાણુ હથિયાર પર સવાલ ઉઠાવો- પાકિસ્તાને અમેરિકાને કહ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનના નિવેદન બાદ પાકિસ્તાનને મરચાં લાગ્યાં છે. પાકિસ્તાન વિશ્વના ખતરનાક દેશોમાંનો એક દેશ છે તેવા જો બાયડનના નિવેદન બાદ પાકિસ્તાને પણ રીએક્શન આપ્યું છે. પાકિસ્તાને ઇસ્લામાબાદમાં અમેરિકી રાજદૂત ડોનાલ્ડ બ્લોમને રુબરુ બોલાવીને જવાબ માગ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કહ્યું છે કે જો સવાલો ઉઠાવવા હોય તો તેમણે ભારતીય પરમાણુ હથિયારો પર ઉઠાવવો જોઈએ. પાકિસ્તાન તેની અખંડિતતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર મક્કમ છે.
Pakistan to summon US Ambassador Blome, issues demarche over Biden's statement
શું કહ્યું બિલાવલ ભુટ્ટો ઝરદારીએ
વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું કે પાકિસ્તાન પરની બાયડનના નિવેદન બાદ સરકારે અમેરિકાના રાજદૂત ડોનાલ્ડ બ્લોમને બોલાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કરાંચીમાં કહ્યું કે પાકિસ્તાનની પરમાણુ સંપત્તિ સુરક્ષાને લઇને છે. જે આઇએઇએ (ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી) અનુસાર દરેક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને પૂર્ણ કરે છે. "જો પરમાણુ સુરક્ષા વિશે કોઈ પ્રશ્ન હોય, તો બાયડને અમારા પડોશી ભારતને નિર્દેશિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે ભારતે ભૂલથી પાકિસ્તાની વિસ્તારમાં મિસાઇલ છોડી દીધી હતી. તેમણે કહ્યું, "આ માત્ર બેજવાબદાર જ નથી, પરંતુ પરમાણુ સક્ષમ દેશોની સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે." બિલાવલ ભુટ્ટોએ કહ્યું, રાષ્ટ્રપતિ બાયડનની ટિપ્પણીથી હું આશ્ચર્યચકિત છું.
ઈમરાન ખાન પણ ઝાલ્યા ન રહ્યાં, અમેરિકા પર કર્યો પ્રહાર
બિલાવલ ભુટ્ટોની ઉપરાંત પૂર્વ પીએમ ઈમરાન ખાને પણ બાયડન નિવેદન પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે કઈ માહિતીને આધારે અમેરિકા પાકિસ્તાનની પરમાણુ ક્ષમતાને લઈને આવા અયોગ્ય તારણ પર પહોંચ્યું છે હકીકતમાં પ્રધાનમંત્રી રહેતી વખતે મને ખબર હતી કે અમારી પાસે સૌથી સુરક્ષિત પરમાણું કમાન અને નિયંત્રણ પ્રણાલી છે. તેમણે એવું પણ કહ્યું કે પાકિસ્તાને ક્યારે આક્રમકતા દર્શાવી છે, જ્યારે અમેરિકા દુનિયાભરના યુદ્ધોમાં સામેલ છે.
શું કહ્યું હતું બાયડને
અમેરિકી પ્રમુખ બાયડને કહ્યું હતું કે મને લાગે છે કે પાકિસ્તાન કદાચ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંનો એક છે કારણ કે આ દેશ પાસે કોઈ પણ કરાર વિના પરમાણુ શસ્ત્રો છે. ડેમોક્રેટિક કોંગ્રેસનલ કેમ્પેઈન કમિટીના સમારોહમાં બાયડને આવું નિવેદન આપ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિએ રશિયા-યુક્રેન સંઘર્ષ પર પણ ટિપ્પણી કરતા કહ્યું કે, આ સંઘર્ષની અસર સમગ્ર વિશ્વ પર પડી છે. આ ઉપરાંત તેમણે વોશિંગ્ટનના અન્ય દેશો સાથેના સંબંધો અંગે પણ વાત કરી હતી.