પત્નીના અંતિમ સંસ્કાર માટે નવાઝ શરીફને મળી 12 કલાકની પૈરોલ

By : krupamehta 11:50 AM, 12 September 2018 | Updated : 11:56 AM, 12 September 2018
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને ભ્રષ્ટાચારના આરોપમાં સજા કાપી રહેલા નવાઝ શરીફની પત્ની કુલસુમ નવાઝનું મંગળવાપે લંડનમાં નિધન થઇ ગયું. નવાઝ શરીફ, એમની પુત્રી મરિયમ નવાઝ અને જમાઇ કેપ્ટન સફદરને 12 કલાક માટે પૈરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે. 

તમામને કુલસુમ નવાઝના અંતિમ સંસ્કારમાં સામેલ થવા દેવાશે. કુલસુમના અંતિમ સંસ્કાર લાહોરમાં કરવામાં આવશે.  જો કે આ દરમિયાન તેઓ કેટલાક નિયમોનું પાલન કરતાં પણ નજરે જોવા મળશે. જણાવી દઇએ કે 68 વર્ષીય કુલસુમ નવાઝ છેલ્લા ઘણા સમયથી ગળાના કેન્સરનો સામનો કરી રહી હતી. લંડનમાં એમની સારવાર ચાલી રહી હતી. 

લાહોરમાં સુપુર્દ-એ-ખાક કર્યા બાદ લંડનમાં એમની યાદમાં શોક સભાનું આયોજન કરવામાં આવશે. અહીંયા પાકિસ્તાનની પૂર્વ ફર્સ્ટ લેડી તરીકે એમને સમ્માન આપવામાં આવશે. 

કુલસુમ નવાઝની સારવાર લંડનના હાર્લે સ્ટ્રીટ ક્લિનિકમાં જૂન 2017થી ચાલી રહ્યો હતો. એમને સોમવારથી જ ડોક્ટરોએ સાઇફ સપોર્ટ પર રાખ્યા હતા. 


1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story