બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / આફ્રિકા સામે હારતાં ખળભળ્યું પાક.! 7 મોટા ખેલાડીઓને કર્યાં બહાર, ટેસ્ટ સીરિઝ માટે 'નવા ભર્યાં'
Last Updated: 08:20 PM, 11 January 2025
ક્રિકેટ જગતમાં તળિયે રહેલા પાકિસ્તાન ક્રિકેટમાં ગમે તે કરી શકે. હવે આજે પાકિસ્તાન વેસ્ટ ઈન્ડીઝ ટેસ્ટ સીરિઝ માટે એક ચોંકાવનારો નિર્ણય લીધો અને એક-બે નહીં પરંતુ 7 મોટા ખેલાડીઓને ટેસ્ટમાં ન લીધા અને તેને બદલે નવા ચહેરાને તક આપી.
ADVERTISEMENT
Pakistan Test squad announced for West Indies series 🚨
— Pakistan Cricket (@TheRealPCB) January 11, 2025
First match begins on 17 January in Multan 🏏
Read more ➡️ https://t.co/MNZF4dWjKH#PAKvWI pic.twitter.com/gvgast4Sbj
શાન મસૂદ કેપ્ટન
ADVERTISEMENT
વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની હોમ ટેસ્ટ સિરીઝ માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ 11 જાન્યુઆરીએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી અને શાન મસૂદને કેપ્ટન બનાવ્યો છે.
આફ્રિકા સામે હાર્યાં બાદ ટીમમાં 7 ફેરફાર
તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી 0-2થી હાર્યાં બાદ પાકિસ્તાને વેસ્ટ ઈન્ડીઝ સીરિઝ માટે 7 ખેલાડીઓને બહાર કર્યાં છે. ઓફ સ્પિનર સાજિદ ખાન અને 'મિસ્ટ્રી સ્પિનર' અબરાર અહેમદને પાછા લવાયાં છે. ઓપનર ઈમામ ઉલ હક લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે તો મોહમ્મદ હુરૈરા અને મોહમ્મદ અલી પણ ટીમમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે.
કયા ખેલાડીને બહાર રખાયાં
ઓપનર સેમ અયુબ અને વિકેટકીપર બેટ્સમેન હસીબુલ્લાહ ઈજાના કારણે ટીમનો ભાગ બની શક્યા નથી. જ્યારે અન્ય ઓપનર અબ્દુલ્લા શફીકને તેના ખરાબ ફોર્મનો માર સહન કરવો પડ્યો છે. ફાસ્ટ બોલર મીર હમઝા, આમિર જમાલ, મોહમ્મદ અબ્બાસ, નસીમ શાહને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવ્યો છે. આ સાત ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ ટીમનો ભાગ હતા.
બન્ને ટેસ્ટ મુલતાનમાં રમાશે
પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બંને મેચ મુલતાનમાં રમાશે. પ્રથમ ટેસ્ટ 17 થી 21 જાન્યુઆરી દરમિયાન રમાશે. જ્યારે બીજી ટેસ્ટ 25-29 જાન્યુઆરી વચ્ચે રમાશે. આ બંને મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 અંતર્ગત યોજાવા જઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT