નવાઝ શરીફ બાદ ઇમરાન ખાન પર ફેંકવામાં આવ્યું જૂતું, રોકવામાં આવી રેલી

By : krupamehta 04:50 PM, 14 March 2018 | Updated : 04:50 PM, 14 March 2018
તાજેતરમાં જ પાકિસ્તાનના અપદસ્થ પ્રધાનમંત્રી નવાઝ શરીફ પર જૂતું ફેંક્યા બાદ હવે પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ પાર્ટી પ્રમુખ ઇણરાન ખાન પર જૂતું ફેંકવામાં આવ્યું છે. ક્રિકેટમાંથી રાજકારણમાં આવેલા ખાન પર જૂતા ફેંકવાની ઘટના પંજાબ પ્રાંતના ગુજરાત શહેરમાં આયોજિત રેલીને સંબોધિત કરતાં દરમિયાન ઘટી. 

મળતી માહિતી અનુસાર ઇમરાન ખાન ગાડી પર ચઢીને રેલી સંબોધિક કરી રહ્યા હતા, ત્યારે જ આ ઘટના બની, જો કે ફેંકવામાં આવેલું જૂતું ઇણરાન ખાન પર ના લાગીને એમની પાસે ઊભેલા પીટીઆઇ નેતા અલીમ ખાનને લાગ્યું. સુરક્ષા ગાર્ડે આરોપીને પકડીને પોલીસના હવાલે કરી દીધી અને ત્યારબાદ ઇણરાન ખાને પોતાની રેલી રોકી દીધી. 

નોંધનીય છે કે રવિવારે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ પર જૂતું અને શનિવારે વિદેશમંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફ પર શાહી ફેંકવામાં આવી હતી. જણાવી દઇએ કે શરીફ સાથે આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ ગરી સાહૂમાં જામિયા નઇમિયા સેમિનરીની મુલાકાતે હતા. 

ઘટના બાદ સભામાં અફરા તફરી મચી ગઇ હતી અને પ્રશાસનથી જોડાયેલ હુમલાખોર વ્યક્તને પકડીને પોલીસના હવાલે કરી દીધો. Recent Story

Popular Story