જમ્મૂ-કાશ્મીરમાં ભારત સરકાર તરફથી રાજ્યને વિશેષ દરજ્જો અને ધારા 370 હટાવ્યા બાદથી પાડોશી દેશ પાકિસ્તાન દુનિયાભરમાં મદદ માંગી રહ્યું છે. જેને લઇને પાકિસ્તાને આજરોજ ફરી એક વાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઔપચારિક બેઠક બોલાવા ફરી વિનંતી કરી છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઔપચારિક બેઠક બોલાવની કરી માંગ
પુલવામા હુમલા જેવી વાત ઇમરાન ખાને સંસદમાં કહી હતી
પત્ર અંગે પાકના વિદેશ મંત્રી કુરેશીએ વીડિયો સંદેશથી જણાવ્યું
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષે તાત્કાલિક બેઠકનું આયોજન કરવા માટે યૂએનએસસીમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ માલેહા લોધી દ્વારા એક ઔપચારિક પત્ર લખ્યો છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરેશીએ કહ્યું છે કે પાકિસ્તા આ પત્ર યુનએનએસસીના દરેક સભ્યોને મોકલશે. આ પત્રમાં પરિષદની તાત્કાલિક બેઠક બોલાવવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં આ સંબંધી ચર્ચા થઇ શકે. કુરેશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરમાં ભારત દ્વારા લેવામાં આવેલા પગલાને આ વિસ્તારની શાંતિ માટે કતરો તેમજ સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું ઉલ્લંઘન સમજે છે.
ઉલ્લેખનીય છે કે ભારતે વિશ્વ સમુદાય સમક્ષ જમ્મૂ-કાશ્મીરમાં વિશેષ રાજ્યનો દરજ્જો પરત લેવા તેમજ ધારા 370 હટાવાનને બંધારણીય જોગવાઇ અનુસાર ઉચિત પગલું જણાવ્યું છે. ભારતે વિશ્વ સમક્ષ કહ્યું છે કે આ આંતરિક મામલો છે.
આ સાથે ભારતે પાકિસ્તાનને હક્કીતને સમજવા સલાહ આપી હતી. ભારતને કાશ્મીર મુદ્દે યુએન, અમેરિકા અને ચીન બાદ રશિયાએ પણ સમર્થન કર્યું હતું. રશિયાએ સ્પષ્ટ કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરને લઇને ભારતનો નિર્ણય બંધારણીય જોગવાઇ મુજબ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ પાક અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાન વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું હતું કે, આપણે મૂરખાઓના સ્વર્ગમાં ન રહેવું જોઇએ. પાકિસ્તાની અને કાશ્મીરીઓને તે જાણવું જોઇએ કે કોઇ તમારા માટે નથી ઉભું. તમારે સંઘર્ષ કરવો પડશે. કુરેશીએ કહ્યું કે પાકિસ્તાન અને કાશ્મીર નાગરિકોએ 370ના મુદ્દાને ઉઠાવવા અપીલ કરી છે. જેનાથી દુનિયાને ખબર પડે કે કાશ્મીરીઓ શું ઇચ્છે છે.