પાણી રોકવાના મુદ્દે પાકિસ્તાન ઉશ્કેરાયું, ભારત ઈચ્છે તો રોકી લે નદીઓનું પાણી

By : kavan 12:41 PM, 22 February 2019 | Updated : 12:41 PM, 22 February 2019
પુલવામા હુમલા બાદ ભારતે ભલે પાકિસ્તાન જનારી નદીઓનું પાણી રોકવાની વાત કરી હોય. પરંતુ ભારતના આ પગલાથી પાકિસ્તાનને કોઈ અસર નહીં થાય તેવું પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયના સચિવ ખ્વાજા શુમૈલે ક્હયું છે. ખ્વાજા શુમૈલે કહ્યું કે, ભારત પૂર્વીય નદીઓનું પાણી જો રોકશે તો તેની અસર પાકિસ્તાન પર નહીં થાય. 

કારણ કે નદીઓ સિંધુ સમજૂતી હેઠળ ભારતીય અધિકારી ધરાવે છે. જો ભારત ત્રણેય નદીઓનું પાણી ડાયવર્ટ કરીને પોતાના માટે ઉપયોગમાં લેશે તો આ પગલાથી પાકિસ્તાનને કોઈ અસર થશે નહીં. કારણ કે સિંદુ સમજૂતી હેઠળ રવિ, સતલુજ અને બિયાસ નદીના પાણી પર ભારતનો અધિકાર છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, પાકિસ્તાન તરફ જતુ પાણી રોકવામાં આવશે અને તેને યમુના નદીમાં વાળવામાં આવશે. જે અંતર્ગત ત્રણ પ્રોજેક્ટ પર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી આ પાણી જમ્મૂ-કશ્મીર, પંજાબ,હરિયાણા સહિત અનેક રાજ્યોને મળશે.Recent Story

Popular Story