ન ચાલ્યો હાફિઝ સઇદ પર પ્રતિબંધનો દાવ, FATFની ગ્રે લિસ્ટમાં જ રહેશે પાકિસ્તાન

By : admin 04:16 PM, 22 February 2019 | Updated : 04:16 PM, 22 February 2019
નવી દિલ્હીઃ પુલવામા આતંકવાદી હુમલા પર ચોતરફથી ઘેરાયેલ પાકિસ્તાનને વધુ એક ઝટકો લાગ્યતો છે. પેરિસમાં થયેલ ફાઇનેન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ(FATF)ની બેઠખમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે પાકિસ્તાન હજુ ગ્રે લિસ્ટમાં જ યથાવત રહેશે. એટલે હાફિઝ સઇદના જમાત-ઉદ-દાવા પર પ્રતિબંધ લગાવીને પાકિસ્તાન જો ગ્રે લિસ્ટથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યું હોય તો તે નાકામયાબ રહ્યું છે.

એવું પણ નથી કે FATFથી મળેલ રાહત હંમેશા માટે છે. પાકિસ્તાનનું રેટિંગનું રિવ્યૂ એક વાર ફરી જૂન અને ઓક્ટોબરમાં કરવામાં આવશે. FATFએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે તેઓ આતંકવાદ વિરૂદ્ધ એક્શન લેવાની ટાઇમલાઇનને ચૂકે નહીં, નહીંતર તેને ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે. જોકે, ભારત તરફથી તેને બ્લેક લિસ્ટમાં સામેલ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા તેઓ કામયાબ ન થઇ શક્યા.

FATF તરફથી પાકિસ્તાનને સલાહ પણ આપવામાં આવી છે કે જેટલો સમય મળ્યો છે તે દરમિયાનમાં ટારગેટને પૂરો કરવામાં આવે. તેમને જણાવી દઇએ કે આ સંસ્થા આતંકવાદ વિરૂદ્ધ લડાઇ લડી રહેલ દેશોની આર્થિક મદદ ઉપલબ્ધ કરાવે છે.

આ સિવાય આ સંસ્થા તરફથી કરવામાં આવી રહેલ રેટિંગની અસર વર્લ્ડ બેંક, IMF સહિત કેટલીક અન્ય સંસ્થાઓ પર વધે છે. આ સંસ્થાઓ રેટિંગ અનુસાર જ અનેક દેશને દેવુ આપે છે. ભારત સતત દબાણ બનાવી રહ્યું હતું કે પાકિસ્તાનને FATFમાં બ્લેકલિસ્ટેડ કરવામાં આવે. એટલા માટે કેટલાક દેશો સાથે વાત પણ કરવામાં આવી રહી હતી.

તમને જણાવી દઇએ કે શુક્રવારે થયેલ આ બેઠકથી પહેલા જ પાકિસ્તાને કેટલાક આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો હતો. જેમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઇદનો જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન સહિત કેટલાક અન્ય સંગઠન સામેલ છે. પાકિસ્તાનના પ્રયત્નો હતા કે આ પ્રકારની કાર્યવાહી કરીને ગ્રે લિસ્ટથી બહાર નિકળી શકે, પરંતુ એવું ન થઇ શકે.Recent Story

Popular Story