બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistan Receive Visas For World Cup 2023; Set To Leave For India On 27th September

World Cup 2023 / પાક.અફઘાની ક્રિકેટ ટીમ માટે ગુડ ન્યૂઝ, વર્લ્ડ કપ માટે ભારતે આપ્યાં વીઝા, બાબરની ટીમ આ દિવસે આવશે

Hiralal

Last Updated: 08:09 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપમાં રમવાનો માર્ગ મોકળો કરતા ભારત સરકારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમને ભારત આવવાના વીઝા આપી દીધા છે.

  • બાબર આઝમની કપ્તાનીવાળી પાક.ટીમ માટે ગુડ ન્યૂઝ
  • ભારત સરકારે પાક.અફઘાન ટીમને આપ્યાં વીઝા
  • 27 સપ્ટેમ્બરે પાકિસ્તાની ટીમ હૈદરાબાદ પહોંચશે

પાકિસ્તાની ટીમ માટે ભારત વર્લ્ડ કપ રમવા માટેનો માર્ગ મોકળો થયો છે. ભારત સરકારે બાબરબાબર આઝમની કપ્તાનીવાળી પાક.ટીમ ભારત આવવાના વીઝા આપી દીધા છે. ભારતે માત્ર પાકિસ્તાનને જ નહીં પરંતુ અફઘાનિસ્તાનને પણ વીઝા આપ્યાં છે. 

પાકિસ્તાની ટીમ 27 સપ્ટેમ્બરે હૈદરાબાદ પહોંચશે

વીઝા મળ્યાં બાદ હવે પાકિસ્તાની ટીમ 27 સપ્ટેમ્બરે હૈદરાબાદ પહોંચશે અને 29 સપ્ટેમ્બરે પહેલી પ્રેક્ટિસ મેચ રમશે. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમને તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે હૈદરાબાદમાં રમવાની છે.

પાક.બોર્ડે વીઝા ન મળવાની ફરીયાદ આઈસીસીને કરી હતી 
વિઝા મેળવવામાં વિલંબ થવાને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ખૂબ જ ગુસ્સે ભરાયેલું લાગતું હતું. તેણે વિઝા મળવામાં થઈ રહેલા વિલંબ અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને જણાવ્યું હતું અને ફરિયાદ પણ કરી હતી. પીસીબીએ આઈસીસીને કહ્યું હતું કે, વિઝામાં વિલંબ થવાથી પાકિસ્તાનની ટીમની તૈયારીઓ પર અસર પડી શકે છે.

વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, હસન અલી, ઇફ્તિખાર અહમદ, ઈમામ ઉલ હક, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, સલમાન આગા, શાહીન આફ્રિદી, ઉસામા મીર, સૌદ શકીલ, હરીસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર.

સંકળાયેલા મુદ્દાઓ

World Cup 2023 pak team india visa pak world cup visa પાક ટીમ ઈન્ડીયા વીઝા પાક વર્લ્ડ કપ વીઝા વર્લ્ડ કપ 2023 World Cup 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ