pakistan quetta terrorist attack stadium shahid afridi babar azam playing match
પાકિસ્તાન /
ક્રિકેટ પર આતંકનો ડોળો ! સ્ટેડિયમ પાસે બ્લાસ્ટ થતા સનસનાટી, બાબર આઝમ સહિતના ખેલાડીઓને બહાર કઢાયા
Team VTV06:09 PM, 05 Feb 23
| Updated: 06:10 PM, 05 Feb 23
આ ખેલાડી પાકિસ્તાન સુપર લીગની એક પ્રદર્શની મેચ રમી રહ્યાં હતા. દરમ્યાન વિસ્ફોટ થયા બાદ થોડા સમય માટે મેચને અટકાવી દેવામાં આવી. આ વિસ્ફોટ પોલીસ લાઈન્સ ક્ષેત્રમાં થયો. જેમાં પાંચ લોકો ઘાયલ થયા.
પાકિસ્તાન સુપર લીગની એક પ્રદર્શની મેચ ચાલી રહી હતી
આ દરમ્યાન બોમ્બ બ્લાસ્ટ થતા મેચને અટકાવી દેવામાં આવી
આ બોમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા
પાકિસ્તાનમાં એક વખત ફરીથી વિસ્ફોટ થયો
પાકિસ્તાનમાં રવિવારે એક વખત ફરીથી વિસ્ફોટ થયો છે. ક્વેટા પોલીસ લાઈન એરિયામાં થયેલા આ બોમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે. થોડા દિવસો પહેલા પેશાવરમાં પણ એક ભીષણ આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. કેપ્ટન બાબર આજમ અને શાહિદ આફ્રિદી સહિત શીર્ષ પાકિસ્તાની ક્રિકેટરોને નવાબ બુગતી સ્ટેડિયમમાંથી થોડા અંતરે રવિવારે થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા માટે ડ્રેસિંગ રૂમમાં લઇ જવામાં આવ્યાં. આ ખેલાડી પાકિસ્તાન સુપર લીગની એક પ્રદર્શની મેચ રમી રહ્યાં હતા. જે મેચને વિસ્ફોટ થયા બાદ થોડા સમય માટે અટકાવી દેવામાં આવી.
પાકિસ્તાનમાં થયેલા વિસ્ફોટમાં પાંચ લોકો ઘાયલ થયા
આ વિસ્ફોટ પોલીસ લાઈન્સ ક્ષેત્રમાં થયો. જેમાં પાંચ લોકો ઘાયલ થયા. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બચાવ કાર્ય પુરુ થયુ છે અને ઘાયલને હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવ્યાં છે. બોમ્બ વિસ્ફોટ બાદ રેસ્ક્યુ ઓપરેશનમાં રહેલા જીશાન અહમદે સ્થાનિક વેબસાઈટ ધ ડૉનને જણાવ્યું કે વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને નજીકની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે વિસ્ફોટ થયા બાદ તાત્કાલિક ઈમરજન્સી અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ અને આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.