Team VTV07:59 PM, 03 Feb 23
| Updated: 07:59 PM, 03 Feb 23
પાકિસ્તાનનાં PM શહબાઝ શરીફે કહ્યું કે 'આ સમયે અમારાં આર્થિક પડકારો અક્લપનીય છે. IMFની શરતો પૂરી કરવું તે અમારી કલ્પનાશક્તિની બહાર છે... '
પાકિસ્તાનનાં હાલ મોંઘવારીથી બેહાલ
PM શહબાઝે કહ્યું ,અમારાં આર્થિક પડકારો અક્લપનીય છે
IMFની શરતો માનવા પાકિસ્તાન નથી સક્ષમ
પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી શહબાઝ શરીફે કહ્યું કે IMFની શરતો માનવા માટે તેમનો દેશ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે જેની કલ્પના પણ ન કરી શકાય. તો પાકિસ્તાનનાં આર્થિક જાણકારોનું કહેવું છે કે IMFનાં બેલઆઉટ પેકેજ દેશનાં દરેક દર્દની દવા ન બની શકે પરંતુ સરકારે વધુ સુધારાઓ કરવાની ફરજ પડશે.
ડિફોલ્ટ થવાથી બચવાનો હવે એકમાત્ર રસ્તો
પાકિસ્તાનની પાસે ડિફોલ્ટ થવાથી બચવાનો હવે એકમાત્ર રસ્તો છે- આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ IMFની મદદ. પાકિસ્તાન IMFથી બેલઆઉટ પેકેજની વાત કરી રહ્યું છે પરંતુ કડક શરતોએ પાકિસ્તાનની હાલત વધુ ખરાબ કરી છે. પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી શહબાઝ શરીફે કહ્યું કે IMFની શરતોને પૂરું કરવા માટે પાકિસ્તાન જે આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે તે કલ્પના બહારનું છે. તેમણે કહ્યું કે આ સમયે દેશનાં નાણામંત્રી ઈશાક ડાર અને તેમની ટીમ મુશ્કેલીથી પસાર થઈ રહી છે, તેમના વિષે તો વિચારી પણ ન શકાય...
IMF પાસે 7 અરબ ડોલરની લોન પ્રોગ્રામ
IMFની ટીમ મંગળવારે પાકિસ્તાન પહોંચી જે પાકિસ્તાનને 7 અરબ ડોલરની લોન પ્રોગ્રામમાં શામેલ કરવા માટે નવમી બેઠક કરી રહી છે. ટીમે 9 ફેબ્રુઆરી સુધી પાકિસ્તાનનાં નાણામંત્રી અને તેની ટીમથી પ્રોગ્રામની શરતો લાગૂ કરવા પર વાત કરી હતી. IMFની કેટલીક શરતો લાગૂ કર્યાં બાદ પાકિસ્તાનમાં મોઘવારી વધારે વધી છે અને રૂપિયો ઐતિહાસિક રૂપે નીચે ઊતર્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલિયમ ઉત્પાદકોની કિંમત 16% વધારી દેવામાં આવી છે અને રાંધણ ગેસની કિંમતોમાં 30% જેટલો વધારો કરી દેવામાં આવ્યો છે.
'આ સમયે અમારાં આર્થિક પડકારો અક્લપનીય છે'
શરતોને લઈને શહબાઝ શરીફે કહ્યું કે દેશની પાસે IMF બેલઆઉટ પેકેજ સ્વીકાર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી તેથી તે આ પ્રોગ્રામને મંજૂરી સ્વીકારતું પ્રક્રિયા અપનાવી રહ્યાં છે. જો દેશ IMF પ્રોગ્રામને નથી સ્વીકારતું તો ડિફોલ્ટ થઈ જશે. તેમણે પોતાની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે 'આ સમયે અમારાં આર્થિક પડકારો અક્લપનીય છે. IMF ની શરતો પૂરી કરવું તે અમારી કલ્પનાશક્તિની બહાર છે. '