લોકસભા ચૂંટણીમાં જીત દાખલ કર્યા બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ વર્ષે પુલવામા હુમલા બાદ ઇમરાન ખાન અને નરેન્દ્ર મોદીની આ પ્રથમ વાતચીત છે. ત્યારે ઇમરાન ખાને નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીની શુભેચ્છા પાઠવી હતી.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે ટ્વીટ કરીને જણાવ્યું કે ઇમરાન ખાને મોદીને લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત પર શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે દક્ષિણ એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પોતાના ઇચ્છા દોહરાવતા ખાને કહ્યું કે તેઓ આ ઉદ્દેશ્યોને આગળ લઇ જવા માટે પ્રધાનમંત્રી મોદી સાથે મળીને કામ કરવાની આશા રાખે છે. ફૈસલે કહ્યું કે ખાને ઇચ્છા વ્યક્ત કરી છે કે પોતાના લોકોના સંતુલન માટે બન્ને દેશ મળીને કામ કરે. આ પહેલા ઇમરાન ખાને ટ્વીટ દ્વારા પણ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી હતી.
PM spoke to PM Modi today and congratulated him on his party’s electoral victory in Lok Sabha elections in India. PM expressed his desire for both countries to work together for betterment of their peoples.
1/2
Reiterating his vision for peace, progress and prosperity in South Asia, the Prime Minister said he looked forward to working with Prime Minister Modi to advance these objectives.2/2
ત્યારે પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રીને ટેલીફોન કરવા અને શુભેચ્છા પાઠવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ પોતાની સરકારની પાડોશી પ્રથમ નીતિની પહેલોનો ઉલ્લેખ કરતા પાકિસ્તાનના પ્રધાનમંત્રી સાથે સંયુક્તરીતે ગરીબી સાથે લડતા પહેલા દેવામાં આવેલ ઉપાયોનો પણ ઉલ્લેખ ક્રયો.
I congratulate Prime Minister Modi on the electoral victory of BJP and allies. Look forward to working with him for peace, progress and prosperity in South Asia
મોદીએ જોર આપીને કહ્યું કે અમારા ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સહયોગ વધારવાના હેત વિશ્વાસ અને હિંસા સિવાય આતંકવાદથી મુક્ત વાતાવરણનું નિર્માણ કરવું અનિવાર્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન, માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ અને નેપાલના પૂર્વ પ્રધાનમંત્રી માધવ નેપાલે ભારતમાં થયેલ સામાન્ય ચૂંટણીમાં જીત પર ટેલીફોન પર શુભેચ્છા પાઠવી.
પ્રધાનમંત્રી કાર્યલાય અનુસાર, પૂર્વ રાષ્ટ્રપતિ નશીદે પ્રધાનમંત્રીને પોતાના ઐતિહાસિક જનાદેશ પર શુભેચ્છા પાઠવી અને હાલના વર્ષોમાં માલદીવ અને ભારત વચ્ચે ગાઢ સંબંધોનો ઉલ્લેખ કર્યો. તેમણે ક્ષેત્રમાં ઉગ્રવાદ અને ચરમપંથી તત્વો સાથે લડવા અને ઘનિષ્ટ સહયોગના મહત્વ પર જોર આપ્યું. પ્રધાનમંત્રી મોદીએ શુભેચ્છા પાઠવવા બદલ આભાર વ્યક્ત કર્યો અને ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે બન્ને દેશો વચ્ચે એક મજબૂત, પરસ્પર લાભદાયક અને સર્વમુખી ભાગીદારીને આગળ વધારવા પ્રત્યે પોતાના પ્રતિબદ્ધતા જણાવી.