બ્રેકિંગ ન્યુઝ
VTV / Pakistan PM Imran Khan announces rally in PoK to show solidarity with Kashmir
Bhushita
Last Updated: 08:52 AM, 13 September 2019
ADVERTISEMENT
ઈમરાન ખાને 10 સપ્ટેમ્બરે ટ્વિટ કરીને કહ્યું હતું કે તે જુમ્માના અવસરે મુઝફ્ફરાબાદમાં મોટો જલસો કરશે. તેઓએ ટ્વિટ કર્યું કે હું 13 સપ્ટેમ્બરે મુઝફ્ફરાબાદમાં મોટો જલસો કરીશ જેની મદદથી દુનિયાનું ધ્યાન કાશ્મીર પર લાવવાની કોશિશ કરીશ અને સાથે કાશ્મીરીઓને દેખાડીશ કે અમે તેમની સાથે ઊભા છીએ.
એક તરફ જમ્મૂ કાશ્મીરના વિશેષ દરજ્જાને હટાવી દેવાયા બાદ સતત ઉશ્કેરાયેલા પાકિસ્તાનને ભારતીય સેનાએ કડક સંદેશ આપ્યો છે. સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ગુરુવારે કહ્યું છે કે પાકિસ્તાનના ભાગ રૂપ કાશ્મીર (પીઓકે)માં કાર્યવાહી માટે અમારી ફોજ તૈયાર છે. જો કે તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ માટે નિર્ણય સરકારે જ લેવાનો છે.
ADVERTISEMENT
સેનાઅઘ્યક્ષે 370 હટાવવાના નિર્ણયનું કર્યું સ્વાગત
સેનાઅધ્યક્ષે જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. સાથે કાશ્મીરી લોકોને પણ પોતાના દેશના ગણાવ્યા છે. પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે પીઓકેને ભારતમાં સામેલ કરવા સરકારના એજન્ડા પર આપવામાં આવેલા નિવેદનના સવાલ પર રાવતે કહ્યું કે આ વિશે સરકાર જ નિર્ણય લેશે. અન્ય સંસ્થાઓ તો સરકાર જે નિર્દેશ આપશે તે પ્રમાણે જ કામ કરશે.
Read Also - કારચાલકને નંબર પ્લેટ વગર રોક્યો તો ટ્રાફિક પોલીસને આપી ધમકી, કહ્યું- 'તું અમારો નોકર છે, સસ્પેન્ડ કરાવી દઇશ'
સેના કાર્યવાહી માટે હંમેશા તૈયાર
સેનાની તૈયારી અંગે તેઓએ જણાવ્યું કે સેના તો હંમેશા કોઈ પણ કાર્યવાહી માટે તૈયાર જ રહે છે.પીઓકેને લઈને સરકારના નિવેદનથી આનંદ છે. રાવતે કહ્યું કે પાકના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીને જમ્મુ કાશ્મીરને ભારતીય પ્રદેશ ગણાવ્યો છે તો તેઓએ કહ્યું કે આ જ સચ્ચાઈ છે. રાવત ઉત્તરપ્રદેશના અમેઠીના ત્રિસૂંડીના સીઆરપીએફ રિક્રૂટ ટ્રેનિંગ સેંટર પહોંચ્યા હતા. અહીં આવનારા દિવસોમાં અમેઠીમાં યોજાનારી સેના ભર્તી રેલીની તૈયારીઓની સમીક્ષા પણ કરવા પહોંચ્યા હતા.
પીઓકે લઈને રહીશુંઃ અમિત શાહ
આ પહેલાં રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ કહ્યું કે પાકિસ્તાન હવે કોઈ પણ વાતચીત પીઓકેને લઈને કરશે નહીં. 6 ઓગસ્ટે ગૃહમંત્રી અમિત શાહે પણ સંસદમાં 370 પર વિપક્ષના સવાલોનો જવાબ આપતા કહ્યું કે અમે જીવ આપી દઈશું પણ પીઓકે લઈને રહીશું.
જમ્મૂ કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા કરતાં રાવતે કહ્યું જમ્મૂ કાશ્મીરના લોકોએ સમજવું પડશે કે અહીં જે પણ થઈ રહ્યું છે તે તેમના માટે છે. સરકારે 370ને હટાવ્યું છે તો તેનો અર્થ એ કે જમ્મૂ કાશ્મીરને ભારતની સાથે એકીકૃત કરવામાં આવ્યું છે. સુરક્ષાદળના જવાનોને પણ એક અવસર આપવાનો રહેશે. જેથી ઘાટીમાં શાંતિ સ્થાપિત કરી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.