બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
Last Updated: 04:52 PM, 14 January 2025
22 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ શરુ થઈ રહ્યો છે. જોસ બટલરની આગેવાનીમાં ઈંગ્લેન્ડની ટીમ ગમે ત્યારે ભારત આવી શકે છે પરંતુ આ બધાની વચ્ચે ભારતે પાકિસ્તાની મૂળના ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સાકિબ મહમૂદને હજુ સુધી વીઝા આપ્યાં નથી. લંડન સ્થિત ભારતીય એમ્બેસીમાં તેની વીઝા ફાઈલ પેન્ડિંગ છે અને ઈંગ્લેન્ડની ટીમ માટે ટાઈમ પણ ઓછો છે આવી સ્થિતિમાં તેને ટીમની બહાર રહેવું પડી શકે છે. વીઝા ન મળતાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેની ફ્લાઈટ કેન્સલ કરી નાખી છે.
ADVERTISEMENT
England's Pakistan-origin pacer faced visa issues that have delayed his participation in the T20I series against India.#cricket #SaqibMahmood #INDvENGhttps://t.co/2ei05Wz7AU
— CricketTimes.com (@CricketTimesHQ) January 14, 2025
ત્રીજી વાર વીઝાની સમસ્યા નડી
ADVERTISEMENT
જોકે, આ પહેલીવાર નથી જ્યારે સાકિબ મહમૂદને ભારતમાં પ્રવેશ નકારવામાં આવ્યો હોય. ગયા વર્ષે લેન્કેશાયરના પ્રવાસ દરમિયાન, તેને વિઝા મળ્યાં નહોતા, 2019માં પણ વીઝા સમસ્યા નડી હતી અને હવે ત્રીજી વાર તેને વિઝાનો મુદ્દો નડ્યો છે.
જોસ બટલરની ટીમને મોટો ફટકો
સાકિબ મહમૂદને ટાઈમસર વીઝા નહીં મળે અને તે ટીમમાંથી બહાર રહેશે તો જોસ બટલરની ટીમને મોટો ફટકો પડશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની T20I શ્રેણી દરમિયાન તે પ્લેયર ઓફ ધ સિરીઝ હતો કારણ કે તેણે ત્રણ મેચમાં 9 વિકેટ ઝડપી હતી અને તેની ટીમને જીતવામાં મદદ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy: / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત, પંડ્યા, ગિલ ફૂલ ફોર્મમાં, ફટકાર્યા 200 છગ્ગા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.