બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / VIDEO : સંબંધોમાં છેણી મેલી આ છોકરીએ! મામાને વર બનાવીને બોલી- 'પહેલા ચોકલેટ માગતીતી'
Last Updated: 06:56 PM, 11 November 2024
એક પાકિસ્તાની છોકરીએ સનસનીખેજ દાવો કરીને લોકોને ચોંકાવી મૂક્યાં છે. વીડિયોમાં એક યુવતી ખુલ્લેઆમ દાવો કરે છે કે "મારા પતિ એક સમયે મારા મામા હતા. હું તેની પાસે ચોકલેટ માંગતી હતી પરંતુ હવે તે મારો શૌહર (પતિ) છે. એટલે આ છોકરીએ તેના મામા સાથે લગ્ન કરી લીધાં છે એવું કહેવાનો અર્થ થાય. મામાને શૌહર કહેવાનો છોકરીનો આ વીડિયો વાયરલ થયો છે.
ADVERTISEMENT
मेरे मामू थे, अब शोहर है !!
— Rishi Bagree (@rishibagree) November 9, 2024
pic.twitter.com/azdrbLH8j3
છોકરીની ચોંકાવનારી વાત બાદ સોશિયલ મીડિયા પર હોબાળો
ADVERTISEMENT
છોકરીની ચોંકાવનારી વાત બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો છે અને લોકોએ તેના પર પોતપોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. આ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે. કેટલાક લોકો આ નિવેદનને હળવી મજાક તરીકે જોઈ રહ્યા છે તો બીજી તરફ ઘણા લોકો આ યુવતીના આ નિવેદનને અત્યંત વાંધાજનક ગણાવી રહ્યા છે. કેટલાક લોકો તેને મજાકમાં લઈ રહ્યા છે તો ઘણા લોકો તેના પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ઘણા યુઝર્સ કહે છે કે મામા અને ભત્રીજી વચ્ચેનો સંબંધ ખૂબ જ પવિત્ર છે અને આવા નિવેદનો તે સંબંધનું અપમાન કરે છે. કેટલાક લોકોએ યુવતીના આ નિવેદનને અશ્લીલ અને સમાજના મૂલ્યોની વિરુદ્ધ ગણાવ્યું છે. આ મામલે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આકરી પ્રતિક્રિયા આપી છે. કેટલાક લોકો માને છે કે આવા સંબંધોમાં લગ્ન એ અંગત બાબત છે અને તેને ખોટા દૃષ્ટિકોણથી જોવું યોગ્ય નથી. પરંતુ બીજી તરફ ઘણા લોકોએ તેને સંસ્કૃતિ અને પરંપરાગત મૂલ્યોની વિરુદ્ધ ગણાવ્યું અને તેને અપમાનજનક ગણાવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.