પાકિસ્તાન: નવાઝ શરીફને વિવાદિત નિવેદન પડ્યુ ભારે 

By : vishal 10:02 AM, 15 May 2018 | Updated : 10:02 AM, 15 May 2018
2008ના મુંબઈ હુમલાને લઈને વિવાદિત નિવેદન આપનારા પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝશરીફ વિરૂદ્ધ લાહોર હાઈકોર્ટમાં દેશદ્રોહની એક અરજી દાખલ થઈ છે.

આ અરજી રાજકીય પક્ષ, પાકિસ્તાન અવામી તહરીકના ખુર્રમ નવાઝ ગંડપુર દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, નવાઝ શરીફનું નિવેદન રાષ્ટ્રીય સુરક્ષા અને રાજ્યની સંસ્થાઓ વિરૂદ્ધ છે. નવાઝ શરીફ વિરૂદ્ધ દેશદ્રોહની ફરિયાદ દાખલ કરવી જોઈએ. નવાઝ શરીફ સિવાય સંઘીય ગૃહમંત્રી એહસાન ઈકબાલને પણ એક પક્ષ તરીકે સામેલ કરવામાં આવ્યા છે. તો પૂર્વ પ્રધાનમંત્રીએ આતંકવાદી સંગઠન પાકિસ્તાનમાં સક્રિય હોવાની વાતની પણ કબૂલાત કરી હતી. ઉપરાંત આવા હુમાલા રોકી શકાય છે. 

નવાઝ શરીફે કહ્યું હતું કે, શું આપણે આતંકવાદીઓને સીમા પાર જવા દેવા જોઈએ અને મુંબઈમાં 150 લોકોની હત્યા કરવા દેવી જોઈએ? એનું મને સ્પષ્ટીકરણ આપો. નવાઝે સ્પષ્ટ રીતે મુંબઈ હુમલામાં માર્યા ગયેલાનો સંદર્ભ આપતા 10 પાકિસ્તાની આતંકવાદીઓને જવાબદાર ગણાવ્યા હતા.

જેમાં એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો અને ફાંસી આપવામાં આવી. બાદમાં શરીફને પોતાના નિવેદન બદલ વિપક્ષી પાર્ટીઓના ફિટકારનો સામનો કરવો પડયો હતો. આ પાર્ટીઓએ નવા{ શરીફ વિરૂદ્ધ મોર્ચો માંડયો અને સુરક્ષા માટે તેમને ખતરનાક ગણાવ્યા.  Recent Story

Popular Story