બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિકેટના ચાહકોને મોજ! ચેમ્પિયન્સ ટ્રોફીની ટિકિટના ભાવ ફિલ્મની ટિકિટ કરતા પણ સસ્તા
Last Updated: 11:14 AM, 16 January 2025
Champions Trophy : પાકિસ્તાનમાં મેચની ટિકિટના ભાવને લઈ એક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કોઈનાથી છુપી નથી. આની ઝલક ચેમ્પિયન્સ ટ્રોફી માટે નક્કી કરાયેલી ટિકિટના ભાવમાં જોઈ શકાય છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આગામી ટુર્નામેન્ટ માટે ટિકિટની કિંમત 1000 પાકિસ્તાની રૂપિયા રાખી છે. રસપ્રદ વાત એ છે કે, ભારતીય ચલણ અનુસાર ટિકિટની કિંમત માત્ર 310 રૂપિયા છે. સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, PCBએ તેના દેશમાં યોજાનારી મેચોની ટિકિટની કિંમત નક્કી કરી છે. તેમની લઘુત્તમ કિંમત 1000 પાકિસ્તાની રૂપિયા રાખવામાં આવી છે. જોકે દુબઈમાં યોજાનારી ભારતની મેચ માટે ટિકિટના દર શું હશે તે જણાવવામાં આવ્યું નથી.
ADVERTISEMENT
ન્યૂનતમ ટિકિટની કિંમત 1000 પાકિસ્તાની રૂપિયા
સમાચાર એજન્સી PTIએ દાવો કર્યો છે કે તેની પાસે એક દસ્તાવેજ છે જેમાં આગામી ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનમાં રમાનારી મેચોની ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. દસ્તાવેજ અનુસાર PCBએ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં યોજાનારી મેચોની ન્યૂનતમ ટિકિટની કિંમત 1000 પાકિસ્તાની રૂપિયા રાખી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રાવલપિંડીમાં યોજાનારી મેચોની ટિકિટની કિંમત 2000 પાકિસ્તાની રૂપિયા (620 ભારતીય રૂપિયા) અને સેમિફાઇનલ માટે 2500 પાકિસ્તાની રૂપિયા (776 ભારતીય રૂપિયા) હશે.
ADVERTISEMENT
PCBએ તમામ મેચોની VVIP ટિકિટ 12000 પાકિસ્તાની રૂપિયા (3726 ભારતીય રૂપિયા) રાખી છે પરંતુ સેમિફાઇનલમાં તેની કિંમત 25000 (7764 ભારતીય રૂપિયા) હશે. કરાચીમાં પ્રીમિયર ગેલેરીની ટિકિટ 3500 પાકિસ્તાની રૂપિયા (1086 ભારતીય રૂપિયા), લાહોરમાં 5000 ભારતીય રૂપિયા (1550 ભારતીય રૂપિયા) અને રાવલપિંડીમાં પાકિસ્તાન વિ બાંગ્લાદેશ મેચની ટિકિટ 7000 ભારતીય રૂપિયા (2170 ભારતીય રૂપિયા) છે. PCB કરાચીમાં VIP ગેલેરી ટિકિટ 7000 રૂપિયા, લાહોર 7500 રૂપિયા અને બાંગ્લાદેશ મેચની 12500 રૂપિયામાં રાખવા માંગે છે. સામાન્ય દર્શકો માટે 18000 ટિકિટ ઉપલબ્ધ હશે પરંતુ તે નક્કી નથી કે વ્યક્તિ એક સમયે કેટલી ટિકિટ ખરીદી શકે છે અને ટિકિટ ઓનલાઈન ઉપલબ્ધ થશે કે નહીં.
વધુ વાંચો : વિરાટ-અનુષ્કાનો 340000000 રૂપિયાનો આલીશાન બંગલો બનીને તૈયાર, જુઓ ઈનસાઈડ તસવીરો
ICC ટૂર્નામેન્ટના નિયમો અનુસાર યજમાન દેશ મેચોની ટિકિટ વેચે છે અને તેમાંથી આવક અને હોસ્પિટાલિટી બોક્સ રાખે છે. આ સિવાય તેને ICC તરફથી હોસ્ટિંગ ફી પણ મળે છે. ભારતની મેચ દુબઈમાં યોજાવાની છે, તેથી PCB માને છે કે, તેને ટિકિટ અને હોસ્પિટાલિટી બોક્સમાંથી પૈસા મળશે. અમીરાત ક્રિકેટ બોર્ડને ઓપરેટિંગ ખર્ચ આપવામાં આવશે જેમાં ગ્રાઉન્ડ રેન્ટનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.