પાકિસ્તાન મરીન સિક્યોરિટીની નાપાક હરકત, 3 બોટ સાથે 18 માછીમારોનુ કર્યું અપહરણ

By : vishal 07:16 PM, 12 September 2018 | Updated : 07:16 PM, 12 September 2018
પાકિસ્તાને ફરી એકવાર તેની નાપાક હરકત કરી છે. પાકિસ્તાને ફરી એકવાર પોરબંદરના માછીમારોનું અપહરણ કર્યું છે. પોરબંદર IMBLથી 3 બોટ સાથે 18 માછીમારોનું પાકિસ્તાને અપહરણ કર્યું છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ માછીમારોનું અપહરણ કરી કરાચી લઈ ગઈ છે.

બીજી તરફ પાકિસ્તાનની સતત થઈ રહેલી અવળ ચંડાઈને કારણે માછીમાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો, પોરબંદરમાં ફરી એકવાર માછીમારો પર સંકટ ત્રાટ્કયુ છે. પાકિસ્તાન દ્વારા પોરબંદરના દરિયાકિનારે ગુજરાતી માછીમારોની 3 બોટનુ અપહરણ કરવામા આવ્યુ છે. 

પાકિસ્તા દ્વારા 3 બોટની સાથે 18 ખલાસીઓનુ પણ અપહરણ કરવામા આવ્યુ છે. મળતી માહિતિ મુજબ, પાક મરીન સિક્યોરિટી દ્વારા આ અપહરણ કરાયુ હોવાનુ જાણવા મળી રહ્યુ છે. બીજી તરફ પાકિસ્તાનની સતત થઈ રહેલી અવળ ચંડાઈને કારણે માછીમાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story