બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'અબે કિસકી ટંકી ચુરા લિયે હો બે', પાકિસ્તાનને સેટેલાઇટ લોન્ચ કરતા જ મીમ્સનો વરસાદ, જુઓ ટ્વિટ્સ

વિશ્વ / 'અબે કિસકી ટંકી ચુરા લિયે હો બે', પાકિસ્તાનને સેટેલાઇટ લોન્ચ કરતા જ મીમ્સનો વરસાદ, જુઓ ટ્વિટ્સ

Last Updated: 12:16 PM, 18 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan Satellite : વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું, જાણો શું છે સમગ્ર મામલો ?

Pakistan Satellite : પાકિસ્તાને શુક્રવારે ચીનના જિયુક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરમાંથી તેનો પ્રથમ સ્થાનિક રીતે બનાવેલ ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ (EO-1) ઉપગ્રહ લોન્ચ કર્યો. વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જોકે તેમણે આ પોસ્ટ કરતાની સાથે જ લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ખાસ કરીને આ સેટેલાઈટની ડિઝાઈનના કારણે પાકિસ્તાનને શરમનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ તેની સરખામણી પંકી ટાંકી સાથે કરી.

વાસ્તવમાં પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સેટેલાઇટની તસવીર પોસ્ટ કરીને સિદ્ધિની પ્રશંસા કરી હતી. શરીફે પોસ્ટમાં લખ્યું, 'ઉંચી ઉડાન ભરતા દેશ માટે એક ગર્વની ક્ષણ, જ્યારે પાકિસ્તાને ગર્વથી ચીનના જિયુક્વાન સેટેલાઇટ લૉન્ચ સેન્ટરમાંથી તેનો પ્રથમ સ્વદેશી ઇલેક્ટ્રો-ઑપ્ટિકલ (EO-1) સેટેલાઇટ લોન્ચ કર્યો.

આ સાથે શાહબાઝ શરીફે વધુમાં જણાવ્યું હતું કે, 'SUPARCOના નેતૃત્વ હેઠળ તે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણા દેશની વધતી ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે. અમારા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને તેમના સમર્પણ અને એક મહાન ટીમ પ્રયાસ માટે અભિનંદન.

શાહબાઝ શરીફે પોસ્ટ કરતાની સાથે જ નેટીઝનોએ પણ મજાક ઉડાવી દીધી. પોસ્ટના જવાબમાં, પાણીની ટાંકીની તસવીરો શેર કરીને સેટેલાઇટને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે સેટેલાઇટ ઇમેજ સાથે પૂરગ્રસ્ત વિસ્તારનો ડોક્ટરેડ વીડિયો શેર કર્યો અને શેહબાઝ શરીફને ટેગ કરીને લખ્યું, 'હેલો ભાઈ, મોટર બંધ કરો, હવે પડોશમાં પાણી ભરાઈ રહ્યું છે.'

વધુ વાંચો : સર્જાશે વધુ એક ઇતિહાસ! હવે અનડોકિંગની તૈયારીમાં ISRO, સામે આવ્યો સ્પેસ ડોકિંગ ટેસ્ટનો Video

બીજાએ તેની પોસ્ટમાં સફેદ પાણીની ટાંકીની તસવીર શેર કરતી વખતે મજાક કરી અને કહ્યું, 'સેમ ટુ સેમ.' અન્ય વપરાશકર્તાએ ફ્લોર-ક્લીનિંગ સોલ્યુશનની બોટલના ચિત્ર સાથે પ્રતિભાવ આપ્યો અને તેને ઉપગ્રહ જેવું ગણાવ્યું. અન્ય એક યુઝરે લખ્યું, અબે કિસકી ટંકી ચુરા લિયે હો બે ?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shahbaz Sharif Satellite Pakistan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ