pakistan home minister rana sanaullah says country reached that point where either Imran Khan or we will be killed
નિવેદન /
'દેશ એવી સ્થિતિમાં પહોંચી ગયો છે જ્યાં ઈમરાન ખાન માર્યા જશે નહીં તો અમે..' પાક ગૃહમંત્રીના નિવેદનથી ખળભળાટ
Team VTV10:05 AM, 27 Mar 23
| Updated: 10:14 AM, 27 Mar 23
પાકિસ્તાનના ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું છે કે હવે દેશ ત્યાં પહોંચી ગયો છે જ્યાં ઈમરાન ખાનને મારી નાખવામાં આવશે અથવા તો અમને. આટલું જ નહીં જ્યારે તેમને પુછવામાં આવ્યું કે શું તેમના આ નિવેદનથી પાકિસ્તાનમાં અરાજકતા નહીં ફેલાય, તો તેમણે કહ્યું કે અહીં તો પહેલાથી જ અરાજકતા છે.
પાકિસ્તાનના ગૃહ મંત્રીનું વિવાદિત નિવેદન
કહ્યું- ઈમરાન ખાનને મારી નાખવામાં આવશે અથવા મને
તેમના આ નિવેદનથી ખળભળાટ
પાકિસ્તાનના ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. સાથે જ કહ્યું છે કે તે દેશની રાજનીતિને એ પોઈન્ટ પર લઈ ગયા છે જ્યાં તેમની હત્યા કરી દેવામાં આવશે અથવા તો અમારી.
રાજનીતિને દુશ્મનીમાં બદલી નાખી
સનાઉલ્લાહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, "ઈમરાન ખાનને મારી નાખવામાં આવશે અથવા તો અમને. કારણ કે ઈમરાન આ દેશની રાજનીતિને હવે તે પોઈન્ટ પર લઈ ગયા છે જ્યાં બન્નેમાંથી એક જ રહી શકે છે. પીટીઆઈ અથવા પીએમએલ-એન."
તેમણે કહ્યું કે, "પીએમએલએનનું સંપૂર્ણ અસ્તિત્વ ખતરામાં છે અને અમે તેની સાથે હિસાબ બરાબર કરવા માટે તેના વિરૂદ્ધ કોઈ પણ હદ સુધી જઈ શકીએ છીએ. ઈમરાન ખાને રાજનીતિને દુશ્મનીમાં બદલી નાખી છે. તે હવે અમારા દુશ્મન છે અને તેમની સાથે આવો જ વહેવાર કરવામાં આવશે."
રાણા સનાઉલ્લાહને પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના નજીકના વ્યક્ત માનવામાં આવે છે. તેમણે કહ્યું કે તેમણે ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-અ-ઈંસાફથી રાજનૌતિક સર્કલમાં ભારે આક્રોશ પેદા કર્યો છે.
પહેલા પણ આ મામલે ચર્ચામાં આવ્યા છે રાણા સનાઉલ્લાહ
ઈમરાન ખાનને ગયા વર્ષે નવેમ્બરમાં પંજાબના વજીરાબાદમાં એક રેલી વખતે તેમના પર થયેલા અટેક બાદ રાણા સનાઉલ્લાહનું નામ આપ્યું હતું. તેમણે કહ્યું કે સનાઉલ્લાહ જ તેમની હત્યાના પ્રયત્ન માટે મુખ્ય ષડયંત્ર કરનાર છે. જ્યારે ઈમરાને આ મામલે એફઆઈઆર નોંધાઈ તો પ્રધાનમંત્રી શહબાઝ શરીફ અને એક વરિષ્ઠ આઈએસઆઈ અધિકારીનો પણ ઉલ્લેખ કર્યો હતો.