વિવાદનો અંત, મુંબઈનું જિન્ના હાઉસ હવે વિદેશ મંત્રાલયની સંપત્તિ

By : kavan 11:34 AM, 21 December 2018 | Updated : 11:38 AM, 21 December 2018
મુંબઇ: વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે, તેઓનું વિદેશ મંત્રાલય જિન્ના હાઉસને સંપાદન કરવાની પ્રક્રિયા ચાલુ છે. મુંબઈ સ્થિત જિન્ના હાઉસના માલિક મૂળ રૂપથી પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્ના હતા. સુષ્મા સ્વરાજે કહ્યું કે, જિન્ના હાઉસને નવી દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસની જેમ ઉપયોગ કરાશે. 

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મંગળ પ્રભાત લોધાએ લખેલા એક પત્રમાં કહ્યું કે, આ પ્રક્રિયા ચાલુ છે. તો પીએમઓ દ્વારા પણ આ પત્રનો જવાબ આપવામાં આવ્યો. પીએમઓએ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ઉપલબ્ધ સુવિધાના આધારે જિન્ના હાઉસના પુન:નિર્માણ અને નવીનીકરણ કરવાનો આદેશ આપ્યો. 
  ઉલ્લેખનીય છે કે, સરકારના આ પગલાથી જિન્ના હાઉસનો માલિક હક અને તેને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. જિન્ના હાઉસ અને ભારત સરકાર તથા જિન્નાની બે દીકરી દિના વાડિયા વચ્ચે આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. વાડિયાએ 2007માં બોમ્બે હાઈકોર્ટમાં સંપિત પરત મેળવવા માટે અરજી દાખલ કરી હતી. ગત વર્ષે વાડિયાનું મોત થયું છે.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story