નવા પાકિસ્તાનનું સપનું બતાવીને વડાપ્રધાન ઇમરાન ખાનના દેશની હાલત ખુબ જ ખરાબ થઇ ગઇ છે અને જેના કારણે જીન્નાની નિશાની ગિરવે મુકવી પડી છે.
પાકિસ્તાન થયુ કંગાળ
કોરોનાને કારણે થઇ આ હાલત
જીન્નાની નિશાની ગિરવે મુકી ચલાવશે દેશ
કોરોનાને કારણે હાલત ખરાબ
કોરોનાને કારણે પાકિસ્તાનની હાલત એટલી ખરાબ થઇ ગઇ છે કે દેશ પર આર્થિક સંકટ આવી ગયુ છે. પાકિસ્તાન સરકારે 500 અરબ રૂપિયાના દેવા માટે હવે મોહમ્મદ અલી જીન્નાની બહેનના નામથી ફેમસ પાર્કને નિલામ કરવા જઇ રહ્યું છે.
ડૉને આપી માહિતી
પાકિસ્તાની વૅબસાઇટ ડૉનના કહ્યાં અનુસાર, ઇમરાન સરકાર 500 અરબ ડૉલરનું દેવુ લેવા માટે ઇસ્લામાબાદમાં રહેલું પાર્ક ગિરવે રાખવા જઇ રહી છે. પાર્કને ગિરવી રાખવા માટેનો પ્રસ્તાવ મંગળવારે કેબિનેટી બેઠકમાં રાખવામાં આવ્યો હતો.
ઝીન્નાની બહેનના નામે પાર્ક
મહત્વનું છે કે ઇમરાન સરકાર જે પાર્કને નીલામ કરવાનો વિચાર કરી રહી છે તેનું નામ ફાતિમા જીન્ના પાર્ક છે. મદાર-એ-મિલ્લત ફાતિમા જીન્ના પાકિસ્તાનના સંસ્થાપર મોહમ્મદ અલી જીન્નાની બહેન છે. ઇસ્લામાબાદમાં બનેલો આ પાર્ક 759 એકડ ધરતી પર ફેલાયેલો છે અને આને લોકો મનોરંજન પાર્ક તરીકે ઓળખે છે. તેની ખાસ વાત તે છે કે ફાતિમા જીન્ના પાર્ક પાકિસ્તાનના સૌથી મોટા અને હરિયાળીવાળા ક્ષેત્રોમાંથી એક છે.
ડૉનના કહ્યાં અનુસાર પાકિસ્તાનમાં થનારી આ કેબિનેટ બેઠક મિડીયાને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવશે. આ બેઠક ઇમરાન ખાનના ઘરે અથવા તો કેબિનેટ ડિવિઝનના કમિટી તરફથી આયોજીત કરવામાં આવી રહ્યું છે.