કરાર /
અમેરિકા-તાલિબાનની ડીલથી પાકિસ્તાન થયું ખુશ, ભારતનું ટૅન્શન આ રીતે વધશે
Team VTV11:56 PM, 29 Feb 20
| Updated: 12:00 AM, 01 Mar 20
આ જે કતારની રાજધાની દોહામાં તાલિબાન અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર થઈ ગયા. એ સાથે જ હવે છેલ્લા 19 વર્ષથી ચાલી આવતા સંઘર્ષનો અંત આવી જશે તેવી આશા ઉજળી બની છે. આજે કતારની રાજધાની દોહામાં અમેરિકી વિદેશ સચિવ માઈક પોમ્પિયો અને 31 સભ્યોના તાલિબાન પ્રતિનિધિ મંડળ સાથે શાંતિકરાર પર હસ્તાક્ષર થઈ ગયા. કરારની શરત મુજબ અમેરિકાએ 14 મહિનામાં અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના ખસેડી લેવાની જાહેરાત કરી દીધી છે.
અમેરિકાએ તાલિબાનો સાથે કરી સમજૂતિ
પાકિસ્તાન થયું ખુશ
ભારતની ચિંતામાં વધારો
આપને જણાવી દઈએ કે, ખૂબ લાંબી લડાઈ બાદ હવે અમેરિકા અફઘાન લડાઈમાં થાકી ગયું છે. આથી અમેરિકા હવે અફઘાનમાં શાંતિ સ્થાપવાનું બહાનુ આગળ ધરી અમેરિકા આ ક્ષેત્રમાંથી હટી જવા માગે છે.
ભારત નથી ઇચ્છતુ કે પડોશી દેશમાં આતંકી સંગઠનની સરકાર રચાય
અફઘાનિસ્તાનમાં શાંતિ માટે અમેરિકા અને તાલિબાન વચ્ચે સમજૂતી કરાર તો થઈ ગયા પરંતુ આ સમજૂતીના કારણે ભારતની ચિંતા પણ વધી છે. કેમ કે ભારત પોતાના કોઈ પાડોશી દેશમાં આતંકી સંગઠનોની સરકાર રચાય તેનાથી ખુશ નથી. આ સમજૂતીથી માત્ર ભારતની જ નહી પરંતુ ખુદ અફઘાનિસ્તાનની મહિલાઓમાં પણ પોતાના ભવિષ્યને લઈને ફરીવાર ભય ઊભો થઈ રહ્યો છે. કેમ કે તાલિબાન શાસનમાં આ મહિલાઓએ વેઠેલી યાતનાઓ તે હજુ ભૂલી નથી. અમેરિકા-તાલિબાન સમજૂતીથી અફઘાનિસ્તાનની મહિલાઓમાં પોતાની થોડી ઘણી સ્વતંત્રતા પર તરાપ લાગવાનો ભય દેખાઈ રહ્યો છે.
અફઘાનિસ્તાનની મહિલાઓ ભયભીત દેખાઇ રહી છે
હાલમાં થયેલા તાજા કરારમાં જો અમેરિકાનો ઉદેશ્ય માત્ર પોતાની સેના પરત બોલાવી જ લેવાનો હશે તો અફઘાનિસ્તાનમાં ફરીવાર મહિલાઓની હાલત બદતર થઈ જશે તેવી આશંકા સતાવી રહી છે અને આ જ વિચારથી અફઘાનિસ્તાનની મહિલાઓ ભયભીત જણાઈ રહી છે.