મહામંથન / ચક્રવ્યૂહમાં ઈમરાન ખાનઃ પાકિસ્તાન સેના સામે પાકિસ્તાન સરકાર ઘુંટણિયે?

આવી જ કંઈક સ્થિતિ છે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાનની.જેઓ સત્તા પર આરૂઢ તો નવા પાકિસ્તાનના નિર્માણના ઈરાદા સાથે થયા હતા. પરંતુ સમય જેમ જેમ વીત્યો તેમ તેમ તેઓના હાલ પણ પાકિસ્તાનના અગાઉના પ્રધાનમંત્રી જેવા જ થયા.જે આતંકવાદ સામે તેઓ લડવાની વાત કરી રહ્યા હતા તે જ આતંકવાદનો હાલ તેઓ ભોગ બની બેઠા છે.અને તેના જ કારણે પાકિસ્તાનની હાલત દિવસેને દિવસે બત્તર થતી જઈ રહી છે. વૈશ્વિક કક્ષાએ પાકિસ્તાનના હાલ એવા ભુડા છે કે ન તો તેને કોઈ મદદ કરે છે કે ન તો તેની સામે કોઈ જોઈ રહ્યું છે.ખાડામાં ગયેલા અર્થતંત્ર માટે હવે ઈમરાન ખાન નહીં પરંતુ પાક સેનાધ્યક્ષ બાજવા મેદાનમાં આવ્યા છે. બાજવા પ્રધાનમંત્રી ઈમરાનની જાણ બહાર જ ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી રહ્યા છે અને સાથે એમ પણ કહી રહ્યા છે કે પાકિસ્તાન સરકાર અને સેના બંને એકબીજાની સમકક્ષ છે..ત્યારે અહીં સવાલ એ છે કે શું પાક.સેના સામે પાક સરકાર ઘુંટણિયે પડી ગઈ છે?શું પોતાના ઘરમાં જ ઘેરાયા છે ઈમરાન?ભારતની કુટનીતિ આખરે કેટલી સફળ નીવડી રહી છે?આ જ બાબત પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ