બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / pakistan government increases petroleum prices opposition leader criticise imran khan
Premal
Last Updated: 05:58 PM, 17 February 2022
ADVERTISEMENT
પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલની અત્યાર સુધીની સૌથી વધુ કિંમત
પાકિસ્તાનના મુખ્ય અખબાર ડૉનની રિપોર્ટ મુજબ, પેટ્રોલ-ડીઝલની આ અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે અને અત્યાર સુધી તેના ભાવમાં પહેલા ક્યારેય એકસાથે આટલો વધારો થયો નથી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, પહેલા પેટ્રોલના ભાવ 147.83 રૂપિયા હતા. જેમાં 12.03 રૂપિયાનો વધારો થયો છે અને હવે પેટ્રોલનો ભાવ લિટરે 159.86 રૂપિયા થયો છે. ડીઝલના ભાવમાં લીટરે 9.53 રૂપિયાનો વધારો થયો છે અને હવે તેનો ભાવ લીટરે 155.15 રૂપિયા થયો છે. પાકિસ્તાનના નાણાં મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પેટ્રોલિયમ ઉત્પાદનના ભાવમાં અચાનક વધારો થયો છે. વર્ષ 2014 બાદ પેટ્રોલિયમ ઉત્પાદનના ભાવ પોતાના ઉચ્ચ સ્તરે છે. સરકારે આની પહેલા પેટ્રોલિયમ પદાર્થોના ભાવ 15 જાન્યુઆરીએ વધાર્યા હતા. તે સમયે પેટ્રોલના ભાવ 3.01 રૂપિયા વધારીને લીટરે 147.83 રૂપિયા કરી દીધા હતા.
ADVERTISEMENT
પાકિસ્તાને આર્થિક સુધારા પર ભાર આપ્યો
પાકિસ્તાન સરકાર આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષમાંથી લોન લેવા માટેના વચનને પૂર્ણ કરવા માટે આ પગલા ઉપાડી રહી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે પાકિસ્તાનને લોન આપવા માટે આર્થિક સુધારા પર ભાર આપ્યો છે. જેમાં સરકારી મહેસૂલ વધારવાની શરતો પણ સામેલ છે અને પાકિસ્તાન સરકારના મહેસૂલનો સૌથી મોટો સ્ત્રોત પેટ્રોલ અને ડીઝલ છે. પાકિસ્તાનમાં દર મહિને 7.5 લાખ ટન પેટ્રોલ અને 8 લાખ ટન ડીઝલનો ખર્ચ છે. તો કેરોસીનનો ખર્ચ દર મહિને 11,000 ટન છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.