મોટા સમાચાર / કુલભૂષણ જાધવ મામલે ભારતની માગ પર ઝૂક્યું પાકિસ્તાન, હવે 2 ભારતીય અધિકારીઓને મળશે મંજૂરી

pakistan give consular access to kulbhushan jadhav

કુલભૂષણ જાધવ મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભારતની માગ પર પાકિસ્તાન ઝૂક્યું છે. કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસ આપવા પાકિસ્તાન તૈયાર થયું છે. હવે જાધવને રાજનાયિક મદદ મળશે. ભારતે વિના શરતે કોન્સ્યૂલર એક્સેસની માગ કરી હતી. કેટલીક શરતો સાથે કુલભૂષણ જાધવ સુધી પહોંચી શકાશે. હવે પાકિસ્તાનમાં ભારતના બે અધિકારીઓને મંજૂરી મળશે. તો ભારતીય અધિકારીઓ હવે જાધવ સાથે મુલાકાત કરીને મોતની સજા વિરૂદ્ધ પુનર્વિચાર અરજી પર હસ્તાક્ષર કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ