બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'જો PM મોદી આવ્યા હોત તો સારું હતું, આજે અમે દુનિયામાં ભીખ માંગી રહ્યા છીએ', SCO બેઠક પહેલા નવાઝ શરીફનું નિવેદન
Last Updated: 10:26 AM, 15 October 2024
પાકિસ્તાનમાં 15-16 ઓક્ટોબરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટમાં ભાગ લેવા માટે ચાર સભ્યોનું ભારતીય પ્રતિનિધિ મંડળ પહેલા જ પાકિસ્તાન પહોંચી ચુક્યું છે. આ માટે ભારત તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર પણ પાકિસ્તાન પહોંચી ચુક્યા છે. આ પહેલા ભારતને લઈને નવાઝ શરીફનું દુઃખ છલકાયું છે. તેમણે ફરી એકવાર ભારત સાથે સારા સંબંધોની વકાલત કરી છે.
ADVERTISEMENT
નવાઝ શરીફે કહ્યું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ SCO સમિટમાં ભાગ લેવા પાકિસ્તાન આવ્યા હોત તો સારું થાત. એક ઇન્ટરવ્યુ દરમિયાન નવાઝ શરીફે કહ્યું કે હું શરૂઆતથી જ ભારત સાથે સારા સંબંધોનું સમર્થન કરતો આવ્યો છું. મને આશા છે કે અમારી વચ્ચેના સંબંધો પુનર્જીવિત કરવાની તક મળશે. ઘણું સારું થાત જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ SCO સમિટમાં ભાગ લેતે. મને આશા છે આવનારા સમયમાં મને પીએમ મોદી સાથે બેસીને વાતચીત કરવાની તક મળશે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે નવાઝ શરીફે ભારત સાથેના સંબંધોની વાત કરી હોય. તેમણે ભૂતકાળમાં પણ ઘણી વખત સંબંધો સુધારવા પર ભાર મૂક્યો છે.
ADVERTISEMENT
ભારતના ચંદ્રયાન-3ની પ્રશંસા કરી
આ પહેલીવાર નથી જ્યારે નવાઝ શરીફે ભારત સાથે સારા સંબંધોની વકાલત કરી હોય. તેઓ આ પહેલા પણ અનેક પ્રસંગોએ ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરી ચૂક્યા છે. લાંબા સમય બાદ લંડનથી પાકિસ્તાન પરત ફર્યા બાદ નવાઝ શરીફે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તેમનો દેશ દુનિયા પાસેથી પૈસા માંગી રહ્યો છે, જ્યારે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, "આજે ભારતની તિજોરીમાં 600 અબજ ડોલર છે. ભારત જી-20ની મેજબાની કરી રહ્યું છે, પરંતુ પાકિસ્તાન ચીન અને આરબ દેશો સહિત વિશ્વ પાસેથી 1-1 અબજ ડોલરની માંગ કરી રહ્યું છે. એવામાં તેમની સામે અમારી શું ઇજ્જત રહી ગઈ છે."
આ પણ વાંચો: 'ભારતે ભૂલ કરી નાખી..', ગરમાગરમી વચ્ચે કેનેડાના PM ટ્રુડોની બુદ્ધિ બગડી, તણાવ બમણો થયો
કારગિલ યુદ્ધનો ગુનો કબૂલ કર્યો
મે 2024માં નવાઝ શરીફે 'ભારતને આપેલું વચન તોડવામાં પોતાની ભૂલ' સ્વીકારી હતી. પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ની બેઠકમાં નવાઝ શરીફે કહ્યું હતું કે, "પરમાણુ વિસ્ફોટ એક મોટો નિર્ણય હતો. તમે જાણો છો કે ભારતીય સંસદમાં એવી ખબર આપવામાં આવી કે પાકિસ્તાને પાંચ વિસ્ફોટો સાથે આજે જવાબ આપી દીધો. એ પછી વાજપેયી સાહેબ લાહોર આવ્યા. યાદ છે કે નહીં?" શરીફે કહ્યું, "વાજપેયી સાહેબે આવ્યા અને અમને આવીને વચન આપ્યું. એ વાત અલગ છે કે અમે વચન તોડ્યું. એમાં અમારો વાંક છે. અમે ગુનેગાર છીએ."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.