જમ્મુ-કશ્મીરમાં રાજ્યપાલ શાસન પર ભડક્યું પાકિસ્તાન, કહ્યું- ભારતની નવી ચાલ 

By : vishal 06:24 PM, 21 June 2018 | Updated : 06:24 PM, 21 June 2018
જમ્મુ-કશ્મીરમાં અમલમાં આવેલ રાજ્યપાલ પર પાકિસ્તાને પ્રથમ વાર સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાન તરફથી આ અંગે નિવેદન જારી કરવામાં આવ્યું છે. પાકિસ્તાને રાજ્યપાલ શાસન લગાવવા પર ભારતની કેન્દ્ર સરકારની નવી ચાલ કહી છે. 

પાકિસ્તાન તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું છે કે, કશ્મીરમાં ચાલી રહેલ ઘટનાક્રમ પર અમારી નજર છે. જ્યાં સુધી રાજ્યપાલ શાસનની વાત છે તો પાછલા અનુભવોથી એ વાત સ્પષ્ટ છે કે, નવી દિલ્હી તરફથી કશ્મીરમાં રાજ્યપાલ શાસનએ જાણી જોઇને ચાલ ચલાવામાં આવી છે. જેથી કશ્મીરના લોકોને દબાવી શકાય.

ઉલ્લેખનીય છે કે, બીજેપી દ્વારા મંગળવારે (19 જૂને) પીડીપીથી પોતાનું સમર્થન પાછું લેવામાં આવ્યું હતું, ત્યારબાદ મોડી રાત સુધીમાં રાજ્યપાલ શાસન લાગુ થઇ ગયું. તમને જણાવી દઈએ કે, કશ્મીર તરફથી સતત વાતાવરણને અસંતોષના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે દરમિયાન સરહદ પારથી આતંકવાદીઓને મોકલવા અને કાશ્મીરમાં પથ્થરબોઝને સમર્થન આપવું શામેલ છે.Recent Story

Popular Story