બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:58 PM, 7 September 2024
પાકિસ્તાની સેનાએ પહેલીવાર જાહેરમાં 1999ના કારગીલ યુદ્ધમાં ભારત સામે પોતાની ભૂમિકા સ્વીકારી છે. પાકિસ્તાનના ડિફેન્સ ડેના અવસરે રાવલપિંડીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ અસીમ મુનીરે કહ્યું કે 1965, 1971 અને 1999ના કારગીલ યુદ્ધમાં આપણી સેનાના ઘણા જવાનોને પોતાના પ્રાણ ગુમાવ્યા.
ADVERTISEMENT
કાર્યક્રમમાં સેનાધ્યક્ષે કહ્યું, "ભલે તે 1948, 1965, 1971 કે 1999નું કારગીલ યુદ્ધ હોય, હજારો જવાનોએ પાકિસ્તાન અને ઇસ્લામ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે."
મહત્વપૂર્ણ છે આ પહેલા પાકિસ્તાની સેનાએ ક્યારેય પણ જાહેરમાં કારગીલ યુદ્ધમાં પોતાની સીધી ભૂમિકા સ્વીકારી નથી. પાકિસ્તાન તેને હંમેશા 'મુજાહિદીન'નું કાર્ય ગણાવતું આવ્યું છે.
ADVERTISEMENT
કારગીલમાં પાકિસ્તાનને થયેલી કરારી હાર
1999ના યુદ્ધમાં પાકિસ્તાનને કરારી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય સેનાએ લદ્દાખમાં લગભગ ત્રણ મહિના લાંબી લડત પછી ટાઇગર હિલ સહિત કારગીલ સેક્ટરમાં LOCના ભારતીય ભાગ પર ઘુસણખોરોએ કબજો કરેલા સ્થળોને સફળતાપૂર્વક પાછા કબજામાં લઈ લીધા હતા.
545 જવાનો થયા શહીદ
તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પણ પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફને કારગીલ સેક્ટરમાંથી તેમની સેનાના જવાનોને પાછા બોલાવવા કહ્યું હતું. યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં 'કારગીલ વિજય દિવસ' ઉજવવામાં આવે છે. પાકિસ્તાની ઘુસણખોરો સામે લડતાં કુલ 545 ભારતીય જવાનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
પાકિસ્તાને મૃતદેહો સ્વીકારવાનો કર્યો હતો ઇનકાર
ભારતે હંમેશા કહ્યું છે કે આ ઓપરેશન કાશ્મીર પર પોતાનો દાવો રજૂ કરવા માટે પાકિસ્તાનની એક રણનીતિ હતી. ભારત પાસે કારગીલમાં પાકિસ્તાની સેનાની ભૂમિકા સાબિત કરવા માટે ઘણા પુરાવાઓ છે, જેમાં યુદ્ધ કેદી, તેમની વર્દી અને તેમના હથિયારોનો સમાવેશ થાય છે. યુદ્ધ પછી ભારતીય સેનાએ અનેક મૃત પાકિસ્તાની જવાનોને કારગીલમાં દફનાવ્યા હતા. પાકિસ્તાની સેનાએ કારગીલમાં માર્યા ગયેલા જવાનોના મૃતદેહો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. અધિકારીઓએ યુદ્ધમાં મરાયેલા પાકિસ્તાની અધિકારીઓના મૃતદેહો ગુપ્ત રીતે માંગ્યા હતા.
આ પણ વાંચોઃ દુનિયામાં કયો દેશ સૌથી વધુ શક્તિશાળી? સૈન્ય ક્ષમતામાં ભારતનો દબદબો, ટોપ 10માં પાક કેટલે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.