pakistan envoy raises concern over burqa ban in sri lanka
નિવેદન /
શ્રીલંકાએ દેશમાં લાગુ કર્યો મોટો નિર્ણય, પાકિસ્તાન ભડક્યું અને આપી ધમકી
Team VTV04:13 PM, 16 Mar 21
| Updated: 06:01 PM, 16 Mar 21
શ્રીલંકામાં બુરખા બેન પર કાયદાને લઈને પાકિસ્તાની ઉચ્ચાયોગે વિરોધ નોંધાવ્યો છે. શ્રીલંકામાં પાકિસ્તાનના ઉચ્ચાયોગે કહ્યું હતું કે, આ નિર્ણયથી શ્રીલંકા અને દુનિયાના મુસલમાનોની ભાવનાને ઠેસ પહોંચી છે. જો કે, વિરોધની સાથે-સાથે આડકતરી રીતે ધમકી પણ આપી હતી.
શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધને લઈને પાકિસ્તાનને દર્શાવ્યો વિરોધ
આડકતરી આપી ધમકી
શ્રીલંકા સ્થિત પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત વિરોધમાં કરી ટ્વીટ
બુરખા બેન અંગે એક ટ્વીટ કરતા શ્રીલંકામાં રહેલા પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત સાદ ખટ્ટાકે કહ્યું કે, બુરખા બેનથી શ્રીલંકા અને દુનિયાભરના મુસલમાનોની ભાવનાને ઠેસ પહોંચશે. કોરોના મહામારીને કારણે પહેલેથી જ શ્રીલંકા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે તો આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર પણ શ્રીલંકાને પોતાની છાપને લઈને પડકારનો સામનો કરવો પડી રહ્યો છે, આવા સમયમાં આ નિર્ણય બાદ અનેક સવાલો ઉભા થશે.
ત્રણ દિવસ પહેલા જ મુકાયો છે પ્રતિબંધ
શ્રીલંકાના પબ્લિક સિક્યોરિટી મિનિસ્ટરે ત્રણ દિવસ પહેલા બુરખા પર પ્રતિબંધની જાણકારી આપી હતી. આ પગલાને લઈને સૌ પ્રથમ પાકિસ્તાને પ્રતિક્રિયા આપી હતી. ખટ્ટાકે આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર શ્રીલંકાની છબીને લઈને પડકારનો ઉલ્લેખ કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રમાં શ્રીલંકાના માનવાધિકારને રેકોર્ટ પર લઈ જવાના પ્રસ્તાવને વર્ષ 2021માં માનવાધિકાર ઉચ્ચાયોગના રિપોર્ટને આધાર બનાવાઇ શકે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શ્રીલંકામાં મુસ્લિમ અલ્પસંખ્યકો હાંસિયામાં પહોંચી ગયા છે અને તેમને સરકારી નીતિઓ અને નેશનલ વિઝનથી બહાર રાખવામાં આવી રહ્યા છે.
કેબિનેટે આપી મંજૂરી
શ્રીલંકાના જાહેર સુરક્ષા મંત્રી સરથ વેરાસેકરાએ જણાવ્યું કે મહિંદા રાજપક્ષેની આગેવાની વાળી સરકારે દેશમાં બુરખા પર પ્રતિબંધ લગાડવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટની મંજૂરી માટે એક બીલ પર હસ્તાંક્ષર કરાયા છે. આ બીલમાં રાષ્ટ્રીય સુરક્ષાને આધારે મુસ્લિમ મહિલાઓના બુરખા પહેરવા પર પ્રતિબંધની માગ કરાઈ હતી. જો આ બીલ પસાર થઈ જાય તો શ્રીલંકાની સંસદ તેની પર કાયદો બનાવી શકે છે.
કયા દેશો મૂકી ચૂક્યા છે સાર્વજનિક સ્થળોએ બુરખા પર પ્રતિબંધ
ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ અને બુલ્ગેરિયા અને ફ્રાન્સે પણ સાર્વજનિક સ્થળોએ બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સ્વિત્ઝરલેન્ડમાં 5.2 ટકા વસ્તી મુસ્લિમ છે. અહીંની મુસ્લિમ વસ્તી 86 લાખ છે તેમાં 30 ટકા મહિલાઓ નકાબ લગાવે છે. અહીં કોઈ બુરખો પહેરતું નથી.