બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Pakistan defeated again: 80 containers sent to India in the name of UAE were detained
Kiran
Last Updated: 11:50 AM, 22 November 2021
ADVERTISEMENT
પાકિસ્તાન તેની હરકતોની બાજ નથી આવતું અવાર નવાર એવી હરકતો કરે છે જેમાં તેને પછટાળ ખાવાનો વારો આવે છે, ત્યારે ફરી એકવાર પાકિસ્તાનની કરતૂતનો પર્દાફાશ થયો છે.. પીપાવાવ પોર્ટ પરથી UAEના નામે કરવામાં આવતી કસ્ટમ ડ્યૂટીની ચોરી કસ્ટમ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવી છે.
ADVERTISEMENT
UAEના નામે કસ્ટમ ડ્યૂટી ચોરીનો પર્દાફાશ
સૌરાષ્ટ્રના પીપાવા પોર્ટ પર પાકિસ્તાન ઓછું કસ્ટમ ડ્યૂટી ભરવા માટે UAEના નામથી ખજૂરના 80 કન્ટેનર ડિટેઇન ભારત મોકલ્યા હતા. આ માટે તેણે દિલ્હીની ડમી પેઢીના નામનો સહારો પણ લીધો હતો..પરતું કસ્ટમ વિભાગને શંકા જતા વધુ તપાસ હાથ ધરી હતી જેમાં કરોડાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો... કસ્ટમ વિભાગની તપાસમાં દિલ્હીની આયતકાર પેઢી ડમી હોવાનું સામે આવતા કસ્ટમ વિભાગે 80 કન્ટેનરમાંથી 1600 ટન ખજૂરનો જથ્થો અટકાવ્યો છે અને પાકિસ્તાની ખજૂરના તમામ 80 કન્ટેનર ડિટેઇન કર્યા છે..
ડમી પેઢીના નામે ચાલતા કૌભાંડનો પર્દાફાશ
UAEના નામે કસ્ટમ ડ્યૂટીની ચોરીનો પર્દાફાશ થયો છે.UAEના નામથી આવેલા પાકિસ્તાની ખજૂરના 80 કન્ટેનર પીપાવાવ પોર્ટ પર ડિટેઇન કરાયા છે. UAE માટે 30 ટકા ડ્યૂટી અને પાકિસ્તાન માટે 200 ટકા કસ્ટમ ડ્યૂટી છે. 170 ટકા ડ્યુટી ચોરીનું કૌભાંડ કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું છે. દિલ્હીની ડમી પેઢીના નામે કરોડોનું ખજૂર મોકલાઇ રહ્યું હતું ત્યારે કસ્ટમ વિભાગે 80 કન્ટેનરમાંથી 1 હજાર 600 ખજૂરનો જથ્થો અટકાવ્યો છે. હાલ તો સમગ્ર મામલે કસ્ટમ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે..
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.