ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમને વેસ્ટ ઇન્ડિઝ સામે જોરદાર હારનો સમાનો કરવો પડ્યો. પાકિસ્તાની આ શરમજનક હાર પછી સોશ્યલ મીડિયા પર ટીમની ખૂબ જ મજાક ઉડી રહી છે.
ટ્વીટર પર ફેન્સ બોલી રહ્યા છે કે પાકિસ્તાનના વેસ્ટ ઈન્ડિઝ સામે જ આવા હાલ છે તો ભારત સામે તેનુ શું થશે..
વર્લ્ડકપ પહેલા પાકિસ્તાને સતત 10 વનડે મેચો હારવાનો રેકોર્ડ બનાવ્યો છે. જે વેસ્ટ ઇન્ડિઝ સામે વર્લ્ડકપની મેચમાં વધીને 11 મેચના હારનો રેકોર્ડ બની ગયો છે.
વેસ્ટ ઇન્ડિઝ સામે 50-50 ઓવરની વનડે મેચ T-20 મેચોની જેમ માત્ર 3 કલાકમાં જ ખત્મ થઇ જશે.
મેચમાં પાકિસ્તાનની ટીમ પહેલા બેટિંગ કરીને 105 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી અને પછી વેસ્ટ ઇન્ડિઝ 13.4 ઑવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂરો કર્યો. આ સાથે જ 218 બૉલ રહેતા પાકિસ્તાની ટીમ વેન્ડિઝની સામે પહેલી જ મેચમાં શરમજનક રીતે હારી.