બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:12 PM, 11 January 2025
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આગામી મહિનાની 19 તારીખથી હાઇબ્રીડ મોડેલમાં શરૂ થશે. ભારતીય ટીમ પોતાની બધી જ મેચ દુબઈમાં રમશે જ્યારે બાકી મેચ પાકિસ્તાનમાં રમાશે. જોકે આની પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને પાકિસ્તાનને ખૂબ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના સ્ટેડિયમોના ચેમ્પિયન્સ ટ્રોફી સુધી તૈયાર થવાની શક્યતા નથી, એવામાં ટુર્નામેન્ટને કોઈ અન્ય દેશમાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે, અથવા તો આખી ટુર્નામેન્ટ UAEમાં રમાઈ શકે છે. આ બધા વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) તરફથી મોટું અપડેટ સામે આવ્યું છે.
ADVERTISEMENT
Gaddafi Stadium (yesterday)
— Sohail Imran (@sohailimrangeo) January 7, 2025
Finishing deadline 25 January #ChampionsTrophy2025 pic.twitter.com/JcI32tZZ3K
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં કુલ 15 મુકાબલા રમાશે અને આની સમાપ્તિ 9 માર્ચે ફાઇનલ મેચથી થશે. પાકિસ્તાનના રાવલપિંડી સ્ટેડિયમ, લાહોરનો ગદ્દાફી સ્ટેડિયમ અને કરાંચીનો નેશનલ બેન્ક સ્ટેડિયમ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો માટે કરશે. જોકે આ બધા જ સ્ટેડિયમ અત્યાર સુધી તૈયાર નથી. આ દરમિયાન PCB એ આ અટકળોને નકારી છે કે ત્રણેય સ્ટેડિમમાં સમારકામમાં મોડું થવાના કરને 19 ફેબ્રુઆરીથી શરૂ થતી ચેમ્પિયન્સ ટ્રોફી બીજા દેશમાં આયોજિત કરવામાં આવશે. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો રાવલપિંડી સ્ટેડિયમ, લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ અને કરાંચીના નેશનલ બેન્ક સ્ટેડિયમમાં થશે જ્યારે ભારતની મેચ દુબઈમાં રમાશે.
ADVERTISEMENT
નક્કી સમય પર તૈયાર થઈ જશે સ્ટેડિયમ?
મળતી માહિતી અનુસાર ICC દળની હજરી આની પુષ્ટિ કરે છે કે ટુર્નામેંટ પાકિસ્તાનમાં જ રમાશે. તેમણે કહ્યું કે PCB એ લગભગ 12 અરબ રૂપિયા સ્ટેડિયમોના નવીનીકરણ પર ખર્ચ કર્યા છે. અમે સ્ટેડિયમમાં ચાલી રહેલા કામ વિશે અગાઉ પણ નિવેદન એટલા માટે જાહેર કર્યું હતું કે કારણ કે મીડિયા તથ્યો તપાસ કર્યા વિના અફવા ફેલાવી રહ્યા હતા.
વધુ વાંચો: આ છે ક્રિકેટ જગતના તો ફાની રેકોર્ડ, સૌથી વધુ ત્રણ શતક કોને જડ્યા? ભારતના બે ખેલાડી ખરા ઉતર્યા
ICC ની ટીમ કરશે નિરીક્ષણ
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ICC પકિસ્તાનના ત્રણેય સ્ટેડિયમોનું નિરીક્ષણ કરવા માટે એક ટીમ પાકિસ્તાન મોકલશે. જો 12 ફેબ્રુઆરીએ વેન્યુ સોંપવા માટે તૈયાર નથી થતું તો આખી, ટુર્નામેન્ટ UAEમાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. જો PCB નું કહેવું છે કે ત્રણેય સ્ટેડિયમનું કામ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધી પૂરું થઈ જશે. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની સફળતાપૂર્વક મેજબાની કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઈન્ડિયા ઈંગ્લેન્ડ ટી 20 / ટીમ ઈન્ડીયા માટે બેડ ન્યૂઝ, ટી 20માં પાછો આવ્યો આ ખતરનાક બોલર, બુલેટ સ્પીડથી બોલિંગ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.