PAKના પ્લેયરનું નિવદેન, 'વર્લ્ડ કપમાં ભારતને હરાવીને દૂર કરી દઇશું માથા પરનો કલંક'

By : juhiparikh 12:54 PM, 13 February 2019 | Updated : 12:54 PM, 13 February 2019
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોઇન ખાનનું માનવુ છે કે, ''હાલની ટીમ વર્લ્ડ કપમમાં હંમેશા ભારતથી હાર્યાનો કલંક દૂર કરીને ઇંગ્લેન્ડમાં થનારા આગામી વર્લ્ડ કપમાં પહેલી જીત મેળવી શકે છે.'' વર્લ્ડ કપમાં અત્યાર સુધી 6 વખત ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ થઇ અને તમામ વખત ટીમ ઇન્ડિયા આ મેચ જીતી છે. હાલમાં બંને ટીમ 16 જૂનના ક્રિકેટના આ મહાકુંભમાં સામ-સામે આવશે.

મોઇન ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, ''હાલની ટીમ વર્લ્ડ કપમાં ભારત  વિરુદ્ઘ જીત મેળવી શકે છે, કેમકે આ ટીમ ખૂબ જ પ્રતિભાશાળી છે. ટીમમાં વિવિધતા છે અને સરફરાઝ અહમદનો ખિલાડીઓ સાથે સારો તાલમેલ છે.''

વર્લ્ડ કપ 1992 અને 1999ની ટીમમાં સભ્ય રહેલા મોઇન ખાને આગળ કહ્યુ કે, ''મને વિશ્વાસ છે કે આ વખતે પાકિસ્તાન ચોક્કસથી જીત મેળવશે. અમારી ટીમે 2 વર્ષ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમણે હરાવ્યુ અને ઇંગ્લેન્ડમાં જૂનમાં જો સ્થિતિ અનૂકુળ હશે, કેમકે અમારી પાસે સારા બૉલર્સ છે.''

મોઇન ખાને ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડને વર્લ્ડ કપના પ્રબળ દાવેદારો ગણાવ્યા. તેમણે કહ્યુ કે, ''આ રસપ્રદ વર્લ્ડ કપ હશે અને મને લાગે છે પાકિસ્તાનની ટીમ ભારતને હરાવી દેશે.  અમે સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વિરુદ્ઘ વનડે મેચ રમીને વર્લ્ડ કપમાં જઇ રહ્યા છીએ.''

તો બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સ્પોર્ટ ફિક્સિંગ મામલામાં પ્રતિબંધ રહેલા શરજીલ ખાનને ધરેલૂ ક્રિકેટ રમવાની અનુમતિને અરજીને ફગાવી દેવામાં આવી છે. શરજીલ પર લાગેલો આ પ્રતિબંધ ઓગ્સ્ટમાં ખત્મ થશે. PCBના સીનિયર અધિકારીએ કહ્યુ કે, શરજીલે પોતાના વકીલના મારફેત અરજી મોકલી હતી, જેના પર બોર્ડના સંચાલકોએ બેઠક કરીને વાત કરી હતી.

શરજીલના વકિલ અનુસાર, શરજીલે બોર્ડ અધ્યક્ષ એહસાન મુનીને વિનંતી કરી હતી કે, તેઓ ભ્રષ્ટ્રાચાર નિરોધક આચાર સંહિતા હેઠળ પોતાના વિશેષઅધિકારોનો ઉપયોગ કરીને ઘરેલૂ તથા ક્લબ ક્રિકેટ રમવાની અનુમતિ આપે. PCBએ આ પહેલા બૉલર મોહમ્મદ આમિરને આ પરવાનગી આપી હતી. PCBના અધિકારીઓ જણાવ્યુ કે, ''વિચાર કર્યા પછી નક્કી કરવામાં આવ્યુ કે શરજીલને ઓગ્સ્ટથી રમવાની અનુમતિ મળશે.''

સલામી બેટ્સમેન શરજીલે દુબઇમાં ફેબ્રુઆરી 2017માં પાકિસ્તાન સુપર લીગના ત્રીજા સત્રની શરૂઆતમાં સ્વેદશ મોકલી દેવાયો હતો, જે પછી તેના પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો જેણે ઘટાડીને 2.5 વર્ષ કરી દેવામાં આવ્યો છે. 



Recent Story

Popular Story