લાલ 'નિ'શાન

મોટી અસર / ભારત સાથે વ્યાપારિક સંબંધો કાપી નાખ્યા બાદ પાકિસ્તાન હવે કપાસની ખરીદી નહીં કરે

pakistan ban india affected cotton export gujarat farmers

કાશ્મીરમાં કલમ 370 રદ કરવાના નિર્ણય બાદ પાકિસ્તાને ભારત સાથે વ્યાપારિક સંબંધો કાપી નાખ્યા છે. જેની સીધી અસર ભારતની કપાસ નિકાસ ઉપર થશે. ભારત દર વર્ષે પાકિસ્તાનમાં ૧૬ ટકા કપાસની નિકાસ કરે છે. પરંતુ પાકિસ્તાન વેપારી સંબંધો કાપી નાખ્યા બાદ આ વખતે ભારતમાંથી પાકિસ્તાન કપાસની ખરીદી નહીં કરે, જેની સીધી અસર આગામી કપાસના તૈયાર થનારા પાકના ભાવ ઉપર થશે. એક અંદાજ મુજબ આ વર્ષે ભારતીય બજારમાં પ્રતિ ક્વિન્ટલ કપાસનો ભાવ 700 રૂપિયા નીચો રહેવાનો રહેવાનો અંદાજ મુકાયો છે. મહત્વપૂર્ણ છે કે આ વર્ષે ભારતમાં કપાસની 370 લાખ ગાંસડી તૈયાર થવાનો અંદાજ છે. જ્યારે ગુજરાતમાંથી આ વર્ષે ૧૦૫ લાખ ગાંસડી કપાસ તૈયાર થવાનો અંદાજ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ