જનરલ રાવતના નિવેદન પર PAK સેનાનો પલટવાર, કહ્યું- ભારત પહેલા પોતે બને સેક્યુલર દેશ

By : hiren joshi 10:41 PM, 06 December 2018 | Updated : 10:41 PM, 06 December 2018
નવી દિલ્હીઃ કરતારપુર કૉરિડોરના બહાને ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલ ક્રિયા-પ્રતિક્રિયા ઘટાવનું નામ નથી લઇ રહી. ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતે પાકિસ્તાનને સેક્યુલર દેશ બનાવવાના નિવેદન પર પાકિસ્તાની સેના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે, ભારતને પહેલા સેક્યુલર દેશ બનવું જોઇએ, પછી અમને સલાહ આપે.

મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે, પાકિસ્તાન ઇસ્લામિક દેશ છે, ભારત અમને ન બતાવે કે અમારે કેવું બનવું જોઇએ. ભારત સેક્યુલર દેશ હોવાનો દાવો કરે છે, પરંતુ ત્યાં મુસ્લિમોની હાલત કેવી છે. બાબરી મસ્જિદનો મુદ્દો ઉદાહરણ છે. સૌથી પહેલા પાકિસ્તાનના બદલે ભારતને સેક્યુલર બનવું જોઇએ.

પ્રેસ કોન્ફરન્સમાં આસિફ ગફૂરે કહ્યું કે, પાકિસ્તાની સેના ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાના પ્રયત્નો કરી રહી છે, પરંતુ ભારતે વાતચીતને ફરી શરૂ કરવામાં લાગણી ન દેખાડી. તેમણે મોદી સરકારની ટીકા કરી.

મહત્વનું છે કે, સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું હતું કે, પાકિસ્તાન એક સ્ટેટ બની ગયું છે. જો તે ભારતની સાથે સુમેળભર્યું રહેવા માંગે છે તો તેમને એક સેક્યુલર દેશ બનાવવો પડશે. અમે એક સેક્યુલર દેશ છે. જો તે અમારી જેવું બનવા માંગે છે તો કંઇક થઇ શકે છે. આતંકવાદ અને વાતચીત એક સાથે ન થઇ શકે.Recent Story

Popular Story