Monday, July 22, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

પડઘા / બાલાકોટ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન હજી એલર્ટ પર, શકરગઢ વિસ્તારમાં ગોઠવી 300 ટેંક

બાલાકોટ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન હજી એલર્ટ પર, શકરગઢ વિસ્તારમાં ગોઠવી 300 ટેંક

ભારતીય વાયુસેના લગભગ બે મહિના પહેલા પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકી કેમ્પને નિશાન બનાવ્યા હતા. પરંતુ આ ઘટનાને લઇને પાકિસ્તાન હજી પણ ગભરાયેલું જોવા મળ્યું છે. તણાવને ઓછો કરવાની જગ્યાએ પાકિસ્તાન રણનીતિના ભાગરૂપે અગત્યના શકરગઢ વિસ્તારમાં 300 ટેંકોને તૈયાર રાખી છે. 

ઉલ્ખેનીય છે કે, 14 ફેબ્રુઆરીમાં થયેલ પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાને પોતાની સેનાને એક મોટા વિસ્તારમાં તૈયાર રાખી છે. આ સાથે જ સીમા પર સેનાને ઓછી કરી દીધી છે. આ સિવાય તેમની 3 બ્રિગેડ-124 બખ્તર બ્રિગેડ, 125 બખ્તર બ્રિગેડ અને આઠ અન્ય 15 ડિવિઝન તૈનાત કરવામાં આવ્યા છે. 

એક ખાનગી ચેનલે જાહેર કરેલ રિપોર્ટ મુજબ, પાકિસ્તાનની 30 કોર હોલ્ડિંગ સંરચનાઓનો સાથે એક સ્વતંત્ર બખ્તરબ્રિગેડ આપી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઇનફૈન્ટ્રી યુનિટ્સ આક્રમક સંગઠનના તત્વને સાથે આપી રહી છે. આ પ્રકારનું સૈન્ય નિર્માણ પુલવામાં હુમલા બાદ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

આપને જણાવી દઇએ કે, જમ્મુ-કશ્મીરના પુલવામા 14 ફેબ્રુઆરીએ આતંકવાદી હુમલો થયો હતો. તેમાં CRPF ના 40 જવાનો શહીદ થયા હતા. આ ઘટનાની નિંદા સમગ્ર વિશ્વમાં થઇ હતી. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ