બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : 'પુલવામા હુમલો અમે જ કરાવ્યો'! પાકિસ્તાની આર્મીના અધિકારીએ કેમેરા સામે કબલ્યૂં, વર્લ્ડમાં હડકંપ
Last Updated: 01:07 PM, 11 May 2025
આખરે પુલવામાનું પાપ બહાર આવી ગયું છે અને પહેલી વાર પાકિસ્તાને પુલવામા હુમલામાં સીધો તેનો હાથ હોવાની કબૂલાત કરતાં દુનિયામાં હડકંપ મચ્યો છે. પાકિસ્તાન વાયુસેનાના એર વાઇસ માર્શલ અને ડાયરેક્ટર પબ્લિક રિલેશન્સ (ડીજીપીઆર) ઔરંગઝેબ અહેમદે પ્રેસ કોન્ફરન્સમાં પુલવામા હુમલાને 'રણનીતિક પ્રતિભા'નું ઉદાહરણ ગણાવ્યું હતું. એર વાઈસ માર્શલ ઔરંગઝેબ અહેમદે કહ્યું કે અમે અમારી રણનીતિક પ્રતિભા દ્વારા તેમને (ભારતને) આ કહેવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ઔરંગઝેબ અહેમદ સાથે પાકિસ્તાન સેનાના ડીજી આઈએસપીઆર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરી અને નૌકાદળના પ્રવક્તા પણ હાજર હતા.
ADVERTISEMENT
Pakistan has finally accepted that it was behind the Pulwama attack!
— Palnati Raghu 🇮🇳 (@raghu_palnati) May 10, 2025
Listen to this statement of the spokesperson of Pakistan Air Force,
It has itself accepted everything clearly.#PakistanTerroristcountry pic.twitter.com/F5E2ynEAkC
2019ના પુલવામા હુમલામાં 40 જવાન શહીદ થયા હતા
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી 2019ના દિવસે જમ્મુ કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાની આત્મઘાતી હુમલાખોરે મોટો હુમલો કરતાં 40 જવાન શહીદ થયાં હતા. આ કદાચ પહેલી વાર છે કે પાકિસ્તાને પુલવામા હુમલામાં સીધી તેની જવાબદારી સ્વીકારી છે.
પહેલગામ હુમલામાં 26 પ્રવાસીઓના મોત
22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં હુમલો કરીને આતંકીઓએ 26 પ્રવાસીઓની હત્યા કરી નાખી હતી જે પછી ભારત સ્ટ્રાઈક કરતાં બન્ને દેશ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ થઈ અને 4 દિવસ બાદ યુદ્ધવિરામ થયું હતુ, જોકે યુદ્ધવિરામના કલાકમા પાકિસ્તાને ફરી ગોળીબાર કર્યો હતો. હાલમાં સરહદે શાંતિ પ્રવર્તી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT