બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ જાહેર કરી! ICCને સોંપ્યું લિસ્ટ, કયા ખેલાડીઓ લીધા?
Last Updated: 08:38 PM, 13 January 2025
પાકિસ્તાન ટીમ જે હંમેશાથી ક્રિકેટના મોટા અવસર પર ચર્ચામાં રહે છે, તેણે હવે ચેમ્પિયન્સ ટ્રોફી માટેનો સંભવિત સ્કવોડ તૈયાર કર્યો છે. રિઝવાન સુકાનીપદે જોવા મળશે અને ટીમનો સ્ટાર બેટ્સમેન મધ્યમ ક્રમમા ટીમનો મોરચો સંભાળશે. બીજી બાજુ સઇમ અયુબનું ટીમમાં સિલેક્શન થવું મુશ્કિલ બની શકે છે, કેમ કે તેનું સિલેક્શન તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.
ADVERTISEMENT
મધ્યમ ક્રમમાં બાબર આઝમ સાથે ટીમનો વાઇસ કેપ્ટન સલમાન અલી આઘા ટીમને સ્થિરતા આપશે. રિઝવાનના બેક-અપ તરીકે હસીબૂલ્લાહ ખાનને સ્થાન મળ્યું છે. વાત કરીએ બોલિંગ વિભાગની તો ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી અને નસીમ શાહ મુખ્ય રોલમાં જોવા મળશે.
ADVERTISEMENT
વધુ વાંચો: 3 IPL સ્ટાર ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાંથી બહાર, ઓસ્ટ્રેલિયાએ ચોંકાવ્યાં, 'વિસ્ફોટક' ખેલાડીની વાપસી
પાકિસ્તાની ટીમ તેમની બોલિંગ માટે છેલ્લા કેટલાંક સમયથી ચર્ચામાં રહી છે. એવામાં સૌ કોઇની નજર હરિસ રઉફ, મોહમ્મદ હસનૈન અને અબ્બાસ આફ્રિદી પર પણ રહેશે, જેઓ ચેમ્પિયન્સ ટ્રોફી રમવાના પ્રબળ દાવેદાર છે. સ્પિન વિભાગમાં સુફિયાન મુકિમ અને અબરાર અહમદ પોતાનો જાદુ વિખેરીને બીજી ટીમોની હાલત ખરાબ કરી શકે છે.
સંભવિત ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમ: મોહમ્મદ રિઝવાન(સુકાની), બાબર આઝમ, તૈયબ તાહિર, ઈરફાન ખાન નિયાઝી, સુફયાન મકીમ, મોહમ્મદ હસનૈન, અબ્દુલ્લા શફીક, નસીમ શાહ, ઉસ્માન ખાન, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ, અબરાર અહેમદ, કામરાન ગુલામ, સલમાન અલી આગા, ઇમામ-ઉલ-હક, ફખર ઝમાન, હસીબુલ્લાહ,અબ્બાસ આફ્રિદી
જણાવી દઈએ કે, આ પાકિસ્તન ટીમનો ફાઇનલ સ્કવોડ નથી. ફાઇનલ સ્કવોડ માટે ટીમ આમાંથી કોઈ 15 ખિલાડીઓનું ચયન જ કરશે. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીના અભિયાનની શરૂઆત કરાચી નેશનલ સ્ટેડિયમમાં કરશે, જેમાં તેનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે 19 ફેબ્રુઆરીના રોજ થશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.