બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 12:38 PM, 2 September 2022
ADVERTISEMENT
ભાષણ કરી રહ્યાં હતા અને અચાનક તુટ્યો સ્ટેજ
પાકિસ્તાનમાં પૂરનો કહેર યથાવત છે. પાકિસ્તાનમાં પૂરને કારણે 1100થી વધુ લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ગુમ છે. આ દરમ્યાન પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન યુસુફ રજા ગિલાની પૂરગ્રસ્ત વિસ્તારનો પ્રવાસ કરવા ગયા હતા. જ્યાં તેઓ પૂરપીડિતોની એક રેલીને સંબોધી રહ્યાં હતા ત્યારે તેમનો સ્ટેજ તુટી જાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. યુઝર્સ યુસુફ રજા ગિલાનીના વીડિયો પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
ADVERTISEMENT
પાકિસ્તાનના પૂર્વ પીએમનો સ્ટેજ તુટ્યો
મહત્વનું છે કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન યુસુફ રજા ગિલાની પંજાબ પ્રાંતના રાજનપુરમાં એક રેલીમાં ભાષણ આપી રહ્યાં હતા. સ્ટેજ પર તેમની સાથે પાર્ટીના ઘણા બધા નેતા ઉભા હતા. ધીરે-ધીરે સ્ટેજ પર ભીડ વધવા લાગી અને સ્ટેજ ઉભા રહેલા લોકોનુ વજન ઉપાડી ના શક્યુ અને અચાનક યુસુફ રજા ગિલાનીના ભાષણ દરમ્યાન તુટી જાય છે. જો કે, તેમ છતા પણ યુસુફ રજા ગિલાની પોતાનુ ભાષણ અધવચ્ચે રોકતા નથી. તેઓ તૂટેલા સ્ટેજ પર ઉભા રહીને પોતાનુ ભાષણ ચાલુ રાખે છે.
#ملب ہے کہ اب اسٹیج بھی ان محب وطنوں سے تنگ آچکا ہے#yousafrazagillani pic.twitter.com/K0fyUcAb1i
— Rida Agha (@RidaAgha7) September 1, 2022
યુસુફ રજા ગિલાનીએ કહી આ વાત
પીપીપી પાર્ટીના નેતા યુસુફ રજા ગિલાનીએ કહ્યું કે ભયંકર પૂરને કારણે ગરીબોના ઘર તબાહ થઇ ગયા છે. તેમણે કહ્યું કે પૂરથી રસ્તાને પણ ઘણુ નુકસાન થયુ છે. ડીજી ખાનથી ફાજલપુર અને રાજનપુર સુધી રસ્તો બનાવવાની જરૂર છે. યુસુફ રજા ગિલાનીએ જણાવ્યું કે તેમણે સરકાર પાસે પૂર પીડિતો માટે સ્પેશિયલ પૉલિસી બનાવવાની માંગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.