બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Pak Army Chief Bajwa Holds Private Meeting with Businessman

મુલાકાત / પાકિસ્તાનમાં સત્તા પરિવર્તનના એંધાણ, ઉદ્યોગપતિઓએ કરી આર્મી ચીફ સાથે બેઠક

Divyesh

Last Updated: 08:36 AM, 4 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં સત્તા પરિવર્તનના એંધાણ દેખાઇ રહ્યાં છે. પાકિસ્તાનના ઉદ્યોગપતિઓએ આર્મી ચીફ જાવેદ બાજવા સાથે ખાનગી ડિનર ડિપ્લોમસી યોજી હતી. જેમાં ઇકોનોમીને મજબૂત કરવા ઉદ્યોગપતિઓએ બાજવાને અપીલ કરી છે.

  • પાકિસ્તાનના ઉદ્યોગપતિએ આર્મી ચીફ સાથે કરી બેઠક 
  • મિટીંગ વચ્ચે પાકમાં સત્તા પલટાને લઇને અફવાઓ તેજ
  • પાક આર્મી ઉદ્યોગપતિને મળતા બળવાની સંભાવના તેજ

ઇમરાન ખાનથી નારાજ છે પાકિસ્તાનની જનતા

જમ્મૂ-કાશ્મીર મામલે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતના હાથે કૂટનીતિક હાર, દેશમાં ચાલી રહેલી અર્થવ્યવસ્થાની સ્થિતિ કફોડી થઇ જતાં પાકિસ્તાનને મુશ્કેલીમાં મૂકી દીધો છે. દેશની જનતાને લઇને કોર્પોરેટ જગત સહિત આર્મીના નિશાના પર પીએમ ઇમરાન ખાન છે. આ બધાની વચ્ચે પાકિસ્તાનમાં સત્તા પરિવર્તનના એંધાણ દેખાઇ રહ્યાં છે.

પાકિસ્તાનની સેનાએ પ્રવક્તા આસિફ ગફૂરે ગુરૂવારે બેઠક યોજી

પાકિસ્તાનની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે ગુરૂવારે યોજાયેલી બેઠક અંગે જાણકારી આપતા એક પ્રેસનોટ રીલીઝ કરી. જેના અનુસાર પાકિસ્તાનની આંતરિક સુરક્ષા તેના વેપાર સાથે જોડાયેલી છે, જેને લઇને સેના પ્રમુખ સાથે દેશના વેપારીઓએ બેઠક કરી હતી. 

પાકિસ્તાની મીડિયાએ તખ્તા પલટની અટકળો ગણાવી

પાકિસ્તાની મીડિયાએ આ વાતચીતને લઇને અટકળો વ્યક્ત કરતાં કહ્યું કે પાકિસ્તાનના મોટા બિઝનેસમેનો ઇમરાન ખાનની નીતિઓથી પરેશાન ચાલી રહ્યાં છે, જેના કારણે હવે આર્મી ચીફ બાજવાએ તેમની પરેશાની જાણવાનો પ્રયત્ન કર્યો. કમર  બાજવા હંમેશા સેનાના ડ્રેસ કોડમાં જોવા મળે છે, પરંતુ અહીં તેઓ ડ્રેસ કોડની જગ્યાએ સૂટ-બૂટમાં જોવા મળ્યાં હતાં. આમ આ મુલાકાત બાદ પાકિસ્તાનમાં સત્તા પરિવર્તનને લઇને અટકળો તેજ થઇ ગઇ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Army chief Imran khan pakistan આર્મી ચીફ ઇમરાન ખાન પાકિસ્તાન pakistan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ